Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીઓની સરકારે છેલ્લા સાત વર્ષમાં જુદા જુદા મિશન અને કાર્યક્રમોનાં માધ્યમથી દેશની આર્થિક વ્યવસ્થાને ગતિ આપવા આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, વોકલ ફોર લોકલ તેમજ સબકા સાથ સબકા વિકાસ જેવા સિંધ્ધાંતોને ધ્યાનમાં રાખી અનેક સુધારાવાદી કદમ ઉઠાવ્યા છે છતાંય દેશના ઓધૌગિક, રોજગાર, મૂડીરોકાણ અને ચાઇના વેપાર વિશે કેટલાક પ્રશ્ર્નો અને અભિગમોની રજૂઆત ઓઇ ઇન્ડિયા એમએસએમઇ ફેકરેશનના પ્રમુખ મગનભાઇ પટેલ વડાપ્રધાન સહિત સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોને જુદા-જુદા પત્રો દ્વારા કરી એક નિવેદનમાં જણાવ્યું છે કે આપણા દેશમાં આશરે ૬.૭ કરોડ એમએસએમઇ ઉદ્યોગોને ચાઇના બનાવટની વસ્તુઓની હરીફાઇને લીધે ઘણું સહન કરવું પડ્યું છે. ચાઇનીઝ વેપારીઓ તેમના માલની નિકાસ કરવા અનેક તરકીબો અજમાવી અંડર ઇનવોઇસિંગ કરી સો રૂપિયાના માલનું માત્ર ૨૫થી ૩૦ રૂપિયાનું બિલ બનાવી નિકાસ કરવાના માલને ભળતાં નામે કલાસિફાઇડ કરી ડયુટીમાં ચોરી કરે છે. અન્ડર ઇનવોઇસિંગ કરેલ માલના બાકીના નાણાં આંગડિયા પેઢીઓ દ્વારા ટ્રાન્સફર કરાવે છે. એક અંદાજ પ્રમાણે દર મહિને હજારો કરોડ રૂપિયા જેટલી રકમનું ચાઇનાના વેપારીઓ ભારતને આર્થિક નુકશાન પહોંચાડી રહ્યા છે. આ સંજોગોમાં ભારતના એમએસએમઇ ઉત્પાદકોને ચાઇનામાંથી ડમ્પ થતાં તૈયાર માલ સામે હરીફાઇ કરવી ખૂબ કઠિન થઇ પડે છે આથી આવી ચીજ વસ્તુઓ પર સરકારે એન્ટિ ડમ્પીંગ ડ્યુટી કડક રીતે નાંખવી જોઇએ.

પટેલે વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીમાં લોકડાઉન પછી દેશમાં વિવિધ કાચા માલમાં ૨૫%થી ૪૦% સુધીનો ભાવ વધારો થતાં આયર્ન એન્ડ સ્ટીલ, નોન ફેરસ મેટલ, પ્લાસ્ટિક, મિનરલ્સ અને પેટ્રોલિયમ વિગેરે ખૂબ મોંઘા થયા છે. જેની સીધી અસર દેશના એએસએમઇ ઉપર બે મહિના માટે ભારણ રૂપે પડશે પછી તેનો ભાર ૧૨૫ કરોડ નાગરિકો પર આવશે. તેની લાંબાગાળાની અસરો અંગે સરકારે વહેલી તકે વિચારી વધતા ભાવોને કાબુમાં રાખવા પગલાં લેવા પડશે કારણ કે એમએસએમઇ તે ઉત્પાદકતા હાંસલ કરતો ક્ષેત્ર છે. હાલમાં સ્ટીલ, સિમેન્ટ અને અન્ય વસ્તુઓના ભાવ વધવા રિયલ એસ્ટેટના બિલ્ડરોએ રહેણાંક-ફલેટોના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો કરવાથી મધ્યવર્ગ અને પગારદાર વર્ગની મકાનની ખરીદશક્તિ પર તેની અસર પહોંચી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોમાં સરકારે નિયત્રંણ કરવા જરૂરી પગલાં ભરવા પડશે તેમ પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.