Abtak Media Google News

સંવેદનશીલ સરકારનુ એક સંવેદનશીલ કદમ દિવ્યાંગોને સ્વાભીમાનથી જીવન વિતાવવા માટે મહા સાધન સહાય કેમ્પનું આયોજન 

જામનગર ૧૧ ફેબ્રુઆરી: ભારત સરકારશ્રી દ્વારા જામનગર તથા જિલ્લાના દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને કૃત્રિમ અંગો/સાધનો પુરા પાડવા માટે દિવ્યાંગોને જરૂરીયાત મુજબ મળવાપાત્ર સાધન નક્કી કરવા માટે મોજણી (પ્રાથમિક ચકાસણી કેમ્પ)નું આયોજન તા.૦૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જી.જી. હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હતુ.

Img 7442આ કેમ્પમાં જરૂરીયાતમંદ દિવ્યાંગો હાજર રહ્યાં હતા.આ અગાઉ જિલ્લામાં ધ્રોલ અને જોડીયા તાલુકાનો કેમ્પ તા.૦૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ, લાલપુર અને જામજોધપુર તા.૦૭ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ, જામનગર ગ્રામ્ય અને કાલાવડ તાલુકો તા.૦૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ તથા જામનગર શહેરનો તા.૦૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ યોજવામાં આવેલ હતો.Img 7454એક પણ દિવ્યાંગ લાભાર્થી તેમને મળવાપાત્ર લાભથી વંચીત ન રહે તે માટે ટકોર કરતા સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું કે દિવ્યંગોને વધુમાં વધુ સાધન સહાય, મળવાપાત્ર લાભો તેઓને મળી રહે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્વભાઈ મોદીની સીધી દેખરેખ હેઠળ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક કાર્યો કરવામાં અવેલ છે.Img 7449

જે અંતર્ગત જામનગર સંસદીય ક્ષેત્રમાં પ્રથમ વખત દિવ્યાંગોના બધા પ્રશ્નોને આવરી લેતા દિવ્યાંગ મહા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીક્તા વિભાગ દ્વારા દિવ્યાંગ જન સશકિત કરણ માટેના એક મહા કેમ્પનુ આયોજન આવતા દિવસોમાં થવાનુ છે.Img 7455

જેના ભાગરૂપે આ દિવ્યાંગોની ચકાસણી જામનગર જિલ્લામાં થઈ રહેલ છે જેમાં દિવ્યાંગોને મળવાપાત્ર સાધનો નક્કી થઈ જાય એટલે આવતા દિવસોમાં યોજાનાર મહા કેમ્પમાં તેમનુ વિતરણ કરવામાં આવનાર છે અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કુલ અંદાજે ૩૩૪૫ લાભાર્થીઓને અંદાજીત ૧ કરોડ ૪૫ લાખની રકમના સાધનો મંજૂર કરવામાં આવનાર છે.Img 7457 સાંસદશ્રી પૂનમબેન માડમે જી.જી.હોસ્પિટલ ખાતે યોજાયેલા દિવ્યાંગ કેમ્પમાં દિવ્યાંગો માટે બેસવાની, ચા-પાણી, નાસ્તા વગેરે વ્યવસ્થાની માહિતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પાસેથી મેળવી તેઓને જરૂરી સુચનો કર્યા હતા અને કેમ્પમાં હાજર રહેલ દિવ્યાંગોની મુલાકાત લેતા તેઓને મુંજવતા પ્રશ્નોની જાણકારી મેળવી લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી તેનો ઉકેલ લાવવા જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.