Abtak Media Google News

રથના પરિભ્રમણથી છેવાડાના માનવી સુધી કોરોના વિશે જાગૃતિ આવશે; ડો. હેપી પટેલ

સમગ્ર ગુજરાતમાં કોરોના રોગે લોકોમાંભયનું સામ્રાજય સ્થાપિત કર્યું છે. ત્યારે રાજય સરકારનાં આદેશથી જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ધનવંતરી રથ થકી છેવાળાના માનવી સુધી કોરોના વિશે જાગૃતી આવે તે માટે ગઈકાલે શહેર તાલુકામાં ત્રણ રથને સાંસદના હસ્તે લીલીઝંડી બતાવી પ્રારંભ કરાયો હતો.

સીવીલ હોસ્પિટલનાં ગ્રાઉન્ડમાં ગઈકાલે કોરોના જાગૃતી અંગે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ધનવંતરી રથને સાંસદ રમેશભાઈ ધડુકે લીલીઝંડી બતાવી ત્રણ રથનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રસ્થાન કરાવ્યું હતુ.

આ તકે બ્લોક હેલ્થ ઓફીસર ડો.હેપી પટેલે જણાવ્યું કે હાલમાં કોરોનાને કારણે લોકોમાં ભય ફેલાયો છે. તેને કારણે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આજથી ધનવંતરી રથ ગામડાના છેવાડાના માનવી સુધી જશે. કોરોનાને અટકાવવા માટે આયુર્વેદીક હોમીયોપેથીક તેમજ એલોપેથીક દવા અસરકારક રીતે કામ કરે છે.

આ માટે જયા કોરોના કેસ નોંધાયેલા છે. તેવા વિસ્તારમાં જઈ લોકો ને કોરોનાથી દૂર રહેવા શું શું કરવું જોઈએ તેની માહિતી આ તકે સાંસદ રમેશભાઈ ધડુક, દાનભાઈ ચંદ્રવાડીયા, માધવજીભાઈ પટેલ, હરિભાઈ ઠુંમર, રાજાભાઈ સુવા, જયેશ ત્રિવેદી, હરસુખભાઈ સોજીત્રા, મયુરભાઈ સુવા, તેમજ આરોગ્યવભાગના ડો. હેપી પટેલ, ડો. મેહુલ કણસાગરા, ડો. મિતલ ઠુમર, ડો. મહેશ વાળા, ડો. રંજનબેન હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.