Abtak Media Google News

ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ભારતીય ડાક ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય અમદાવાદ અને મુખ્ય ડાકઘર જામનગરનાં સહયોગથી પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર જામનગરનું સાંસદશ્રી પૂનમબેન માડમ અને જામનગર શહેરનાં અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબિન કાપી અને દિપ પ્રાગટ્ય  કરી ઉદ્દઘાટન કરવામાં આવેલુ હતુ.

Img 1726ટાઉનહોલ જામનગર ખાતે યોજવામાં આવેલ ઉદ્દઘાટન સમારોહમાં સાંસદશ્રી પૂનમબેન માડમએ પોતાના વકતવ્યમાં દેવભુમિદ્વારકા અને જામનગરની જનતાને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે, પાસપોર્ટ માટે અમદાવાદ કે રાજકોટ જવુ નહી પડે. પાસપોર્ટની સંપૂર્ણ સુવિધા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અને આપ સૌના સહયોગથી અહી જામનગરમાં જ ઉપલબ્ધ થઇ છે.

Img 1763વિદેશ પ્રવાસ જવા માટે પાસપોર્ટ અત્યંત મહત્વનું ડોક્યુમેન્ટ છે. જેની સુવિધા આજે ઘર આંગણે ઉપલબ્ધ થઇ શકી છે. ભારતીય નાગરીકનાં પાસપોર્ટ હોલ્ડરની વેલ્યુ વિશ્વસ્તરે ખૂબજ મહત્વની છે. તેમણે વધુમાં જામનગરનાં લોકોને પાસપોર્ટ લેવા માટે યોગ્ય વ્યવસ્થિત સુવિધા ગોઠવાય તેવુ આયોજન કરવા અનુરોધ કર્યો હતો.

Img 1748મેયરશ્રી પ્રતિભાબેન કનખરાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યુ હતુ કે, સાંસદશ્રી પૂનમબેન માડમનાં અને આપ સૌના સહયારા પ્રયત્નોથી જામનગરની જનતાને આવી સરસ પાસપોર્ટ માટેની સુવિધા પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવેલ હતા.

Img 1821ડેપ્યુટી પાસપોર્ટ ઓફીસર શ્રીમતી સોનીયા યાદવે પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, જામનગરમાં ખોલવામાં આવેલ ચોથુ પાસપોર્ટ કેન્દ્ર છે.

Img 1758પાસપોર્ટ લેવા માટે ભુતકાળમાં અમુક ડોક્યુમેન્ટનાં અભાવે પાસપોર્ટ લેવામાં તકલીફ પડતી હતી જે હવે નવા સુધારેલા નિયમોને કારણે નહી પડે.                                                                                                        Img 1729આ પ્રસંગે જામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, પૂર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઇ ચાવડા, જાડાનાં પૂર્વ ચેરમેનશ્રી દિલીપસિંહ ચુડાસમા, ડી.ડી.ઓ.શ્રી મુકેશ પંડ્યા, કમિશ્નરશ્રી બારડ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.