પીએમ ફંડમાંથી ૫૦ વેન્ટીલેટર ફાળવવા બદલ વડાપ્રધાનનો આભાર માનતા સાંસદ પૂનમબેન

જામનગરમાં કાર્યરતા સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી ગુરૂ ગોવિંદસિંધ હોસ્૫િટલ, કોવિડ-૧૯ હોસ્પિટલને પી.એમ.કેર્સ ફંડ માંથી ૫૦ વેન્ટીલેટર ફાળવવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમે આભાર વ્યકત કર્યો છે.

સમગ્ર રાષ્ટ્ર કોવિડ-૧૯ની મહામારી સામે જંગ લડી રહયુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજજ થઇ રહ્યુ છે, તેમજ આ સમજજતાના ભાગરૂપે પી.એમ. કેર્સ ફંડ માંથી મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યુ છે.

જામનગરમાં જી.જી. હોસ્પીટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પીટલમાં જામનગર જીલ્લા સહીત આજુબાજુના જીલ્લાઓમાં દર્દીઓ સારવાર માટે આવે છે, કોરોનાના ગંભીર દર્દીઓને અમુક વખતે વેન્ટીલેટર પર રાખવાની પરિસ્થિતી ઉભી થાય છે. ત્યારે જી.જી. હોસ્પિટલને કોરોના સામેના જંગમાં વધુ સજજ કરવા માટે અને દર્દીઓના હીત માટે પી.એમ. કેર્સ ફંડ માંથી ૫૦ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે. આ અત્યંત જરૂરી સેવાના માનવતા સભર નિર્ણય અને ફાળવણી બદલ સંસદસભ્ય પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કર્યો છે અને આશાવ્યકત કરી છે. કે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ક્રીટીકલ સંજોગોમાં હવે વધુ સારી રીતે સારવાર થઇ શકશે.

Loading...