Abtak Media Google News

કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી કલ્યાણકારી કાર્યોની પ્રસ્તૃતિ

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા સરકારની બીજી ટર્મના કાર્યકાળના પ્રથમ વર્ષની પૂર્ણતા નિમિત્તે સંસદસભ્ય પૂનમબેન માડમે વિડીયો કોન્ફરન્સથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મોદી સરકારના કલ્યાણકારી કાર્યો અંગે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા સાથેના સંબોધનમાં તેમણે કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી કલ્યાણકારી કાર્યોની પ્રસ્તુતિ કરી હતી. આ કોન્ફરન્સમાં ભાજપના અગ્રણીઓ કારૃભાઈ ચાવડા, મુળુભાઈ બેરા, પ્રદીપભાઈ ખીમાણી, કિરીટસિંહ રાણા, મેઘજીભાઈ કણઝારીયા જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.