Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના ધંધા-ઉદ્યોગ-રોજગાર માટે રૂપિયા ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરી આ પેકેજને હાલના મહાસંકટમાં કવચ સમાન ગણાવી જનકલ્યાણકારી નિર્ણય બદલ કેન્દ્ર સરકારનો પણ આભાર માન્યો છે.

ભારતના વડાપ્રધાન દ્વારા “આત્મનિર્ભર ભારત” માટે જાહેર કરાયેલું ર૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ સમગ્ર ભારતીયો માટે કોરોના મહાસંકટના કહેરમાં આર્થિક કવચ સમાન બની રહેશે તેમ સાંસદે જણાવીને આ નોંધપાત્ર પેકેજ ભારતના અર્થતંત્રમાં પ્રાણ પુરનારું ગણાવ્યું છે. તેમજ દરેક સ્તરના ઉદ્યોગો માટે ગતિશીલતા લાવનારું આ પેકેજ રાષ્ટ્રને પ્રગતિ સાથે વિકાસની ગતિ ઉપર લઈ જનારું બની રહેશે. આ આર્થિક પેકેજ સમાજના દરેક વર્ગને સબળ તેમજ ભારતને આત્મનિર્ભર બનાવવાના ઉદેશ્ય સાથે મહત્ત્વના કદમ સમાન હોવાથી આર્થિક પેકેજના નિર્ણયને આવકાર આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.