સાંસદ પૂનમ માડમ દ્વારા કોરોના સામે લડવા માટે આયુર્વેદિક ચુર્ણનું વિતરણ

કોરોના સામે લડવા માટે આયુર્વેદિક ચૂર્ણ નું વિતરણ જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારી થી બચવા માટે આખું વિશ્વ વેકશીન ગોતવામાં લાગ્યું છે ત્યારે આ વાઇરસ સામે લડવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા ખાસ ચૂર્ણ બનાવમાં આવ્યું છે. આ ચૂર્ણ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સાંસદ પૂનમબેન માડમ ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. પૂનમ બેને સૌના સ્વાસ્થય ની શુભકામનાઓ કરી હતી અને પરમપરાગત ચીકીત્સા પદ્ધતિના ઉપાયો અને ઉપચાર પદ્ધતિ રોજ બ રોજ ના ક્રમ માં વરણી લેવા નમ્ર અનુરોધ કર્યો હતો અને આયુષ મંત્રાલય ની ગાઈડલાઇનને પણ અનુશરવાનું કહ્યું હતું.

Loading...