Abtak Media Google News

જામનગરમાં કોરોના મહામારી અન્વયે લોકડાઉનના સમયગાળામાં જામનગરના એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર કર્નલ કે.એસ. માથુર તથા ૮-ગુજરાત નેવલ યુનિટના કમાન્ડીંગ ઓફિસર લેફ્ટ. કમાન્ડર ચંદ્રેશ મિતલ (નોડલ ઓફિસર, કોવિડ-૧૯) ના માર્ગદર્શન હેઠળ એનસીસી સિનિયર વીંગ્સ તથા સિનિયર ડિવિઝનના એકસોથી વધુ એનસીસી કેડેટ્સે જામનગર પોલીસ તંત્ર તથા વહીવટી તંત્રની સાથે જોડાઈને ટ્રાફિક મેનેજમેન્ટ, રાશન વિતરણ, બેંકો બહાર વ્યવસ્થા જાળવણી વિગેરે કામગીરી નિષ્ઠાપૂર્વક સતત ૪ર દિવસ સુધી બજાવી હતી. આ ઉપરાંત આર્મી તથા નેવી યુનિટના પી.આઈ. સ્ટાફ, વિવિધ શાળા-કોલેજોના એનસીસી ઓફિસરોએ પણ આ ’એક્સરસાઈઝ એનસીસી’ પ્રોજેક્ટમાં મહત્ત્વપૂર્ણ સેવા-યોગદાન આપ્યા હતાં. એનસીસીની આ સેવાકીય ફરજ, કામગીરીને જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રસશ્તિ પત્ર એનાયત કરી બિરદાવી અભિનંદન આપ્યા હતાં. આ પ્રસંગે ૮-ગુજરાત નેવલ એનસીસી યુનિટના પીઓ ઉમેશ શાઉ, લેફ્ટનન્ટ બજરંગદાસ ગોંડલિયા (સરકારી વાણિજ્ય કોલેજ) તથા થર્ડ ઓફિસર તોરલ ઝવેરી (ઓધવદીપ વિદ્યાલય) ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.