Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિમલ રીચર્સ સોસાયટી ફોર એગ્રો બાયોટેક સાથે તા.૧૯ નવેમ્બરનાં રોજ એમઓયુ કરવામાં આવ્યા હતા. આ એમઓયુ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રજીસ્ટર રમેશ પરમાર તથા વિમલ રીચર્સ સોસાયટી તરફથી ડો.મનિષ વેકરીયા અને ડો.વિરેન્દ્ર પટેલે હાજરી આપીને એમઓયુમાં સહી કરી હતી. વિમલ રીચર્સ સોસાયટી સંસ્થામાં કિરલીયન ફોટોગ્રાફી, બાયોફ્રોટોન ઈમીશન, પ્લાન્ટ ટીસયુકલ્ચર, મેડીસનલ પ્લાન્સ તથા દરીયાઈ લીલ જેવા વિષયો ઉપર સંશોધન માટેની વિશાળ પ્રયોગશાળા ધરાવે છે. આ સંસ્થા ભારત સરકારનાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં વિભાગ સાથે માન્યતા ધરાવતી સંસ્થા છે. તેનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને આધુનિક અને નવી અદ્યતન રીચર્સ ફેકલ્ટીથી અવગત કરવા અને પ્રોત્સાહન પુરુ પાડવાનો છે. આ એમઓયુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવિધ વિભાગનાં વિદ્યાર્થીઓને સંશોધનકાર્ય કરવા માટેની વિશાળ તકો ઉભી થશે. આ એમઓયુ સમયે બાયોસાયન્સ ભવનનાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે પ્રોફેસર એસ.પી.સિંગ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.