Abtak Media Google News

ફરિયાદ મળતા ટાઉન પ્લાનીંગ શાખા ત્રાટકી ત્રીજા માળે વધારાનું બાંધકામ તોડી પાડયું.

શહેરના વોર્ડ નં.૧૪માં પેલેસ રોડ પર મોતીવાલા હોસ્પિટલ દ્વારા કોર્પોરેશનની કોઈપણ પ્રકારની મંજુરી લીધા વગર ગેરકાયદે ખડકી દેવામાં આવેલા બાંધકામનો આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સફાયો કરી દેવામાં આવ્યો હતો. ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાની સુચના બાદ આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા શહેરના વોર્ડ નં.૧૪માં પેલેસ રોડ પર ત્રાટકી હતી. અહીં મોતીવાલા હોસ્પિટલ દ્વારા કોઈપણ પ્રકારની મંજુરી લીધા વગર વધારાના ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવેલા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ટીપી શાખા ઉપરાંત દબાણ શાખા, બાંધકામ શાખા, રોશની શાખા, ફાયર બ્રિગેડ શાખા અને વિજિલન્સ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.