Abtak Media Google News

હારશે કોરોના, જીતશે રાજકોટ

જયાં સુધી વેકસીન ન શોધાય ત્યાં સુધી ‘માસ્ક’ એ જ આપણુ વેકસીન

આજકાલ દૈનિકના મેનેજીંગ ડાયરેક્ટર ચંદ્રેશ જેઠાણી કોવીડ – ૧૯ ના કપરા સમયમાં રાજકોટના લોકોને પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, કોરોનાની આ પરિસ્થિતીમાં આપણે ડરવાનું નથી, પરંતુ સાવચેત જરૂર રહેવાનું છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન શોધાય ત્યાં સુધી આપણું માસ્ક એ જ આપણું વેક્સીન છે.

સમગ્ર વિશ્વ આજે જ્યારે કોરોના સામે લડી રહયું છે, તેવા સમયે રાજકોટ માહિતી વિભાગ દ્વારા હારશે કોરોના, જીતશે રાજકોટ ના વિચાર સાથે ખૂબ જ સારૂં કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

મારી રાજકોટના લોકોને નમ્ર અપીલ છે કે, કોરોનાના આ સમયનો આપણે બધાએ સામનો કરવાનો છે. આપણે આપણા માટે, આપણા ભવિષ્ય માટે આપણે આજે જેટલી ચિંતા કરીશુ તેટલું આપણા બાળકો – પરિવારજનો માટે સારૂં છે. આ માટે આપણે સૌ ફરજીયાત માસ્ક પહેરીએ, સોશીયલ ડીસ્ટન્સનું પુરે પૂરૂ ધ્યાન રાખીએ અને આપણા હાથને સાફ કરવાનું ન ભૂલીએ. આ બધાની સાથે આપણે સરકારની માર્ગદર્શિકાનું પણ ચૂસ્તપણે પાલન કરીએ. આમ છતાંપણ કોઈ વ્યક્તિને જ્યારે પણ કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ ટેસ્ટ કરાવવો જોઈએ. ટેસ્ટ કરાવવામાં જરાપણ અચકાવુ નહી. આપણે જો કોરોના પોઝીટીવ હોય અને જો ટેસ્ટ નહી કરાવીએ તો આપણા પરિવારજનો કે અન્ય વ્યક્તિઓ આપણાથી સંક્રમિત બનશે. તેથી જ આપણે સૌએ જરૂર પડયે તુરત કોરોના ટેસ્ટ કરાવી ભારતવર્ષના એક જવાબદાર નાગરિક તરિકે આપણી ફરજ બજાવવી પડશે.

જો આપણે બધા જ લોકો આજના સમયમાં આટલી ચિંતા કરીશું તો હું માનું છું કે, જે રીતે હવે દિવસે – દિવસે કોરોનાના કેસો ઘટી રહયાં છે, તે જોતાં ટૂક સમયમાં જ આપણે રાજકોટવાસીઓ કોરોનાને હરાવી શકીશું. અને હારશે કોરોના, જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.