Abtak Media Google News

કોરોનાની મહામારીના સમયમાં ટી.વી. – ૯ ના રાજકોટના રીપોર્ટર મોહિત ભટ્ટે લોકોને કોરોનાથી ડર્યા વિના આ મહામારીથી બચવા સાવચેત રહેવાની સાથે તેમના કોરોના ટેસ્ટ કરાવવા પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું છે કે, કોરોના એક વૈશ્વીક મહામારી છે. આ મહામારી જીવલેણ ત્યારે જ સાબિત થાય જ્યારે આપણે સતર્કતા – જાગૃતતા ન હોય.

લોકોને હું અપીલ કરૂં છું છે, કોરોનાના સંક્રમણથી બચવા માટે સાવચેત રહો. અત્યારના સમયમાં માસ્ક – સેનિટાઈઝરનો ઉપયોગ તો સૌ કોઈ કરે જ છે. પરંતુ કોઈને પણ જો કોઈપણ પ્રકારના લક્ષણ દેખાય તો તુરંત જ ટેસ્ટ કરાવો. રાજ્યના મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી પણ જ્યારે લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરતાં હોય તો આપણે પણ આગળ આવી કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. વધુને વધુ કોરોના ટેસ્ટ કરાવવાના કારણે પોઝીટીવ દર્દીઓ બહાર આવશે. અને તેની ઝડપી સારવાર થઈ શકશે. આના કારણે રાજકોટમાં કોરોનાના સંક્રમણને આપણે સફળતાપૂર્વક ડામી શકીશુ. અને બહુ ઝડપી આપણે કોરોના સામે વિજય મેળવી શકીશુ.  હારશે કોરોના, જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.