Abtak Media Google News

હારશે કોરોના, જીતશે રાજકોટ

કોવીડ – ૧૯ નો સમય હવે પૂર્ણ થવા તરફ જઈ રહયો છે, તેમ જણાવતાં રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ વાસાણી રાજકોટવાસીઓને તેમનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, અત્યારના સમયમાં આપણે બધાએ હિંમત રાખવાની જરૂર છે. આપણે કોરોના મહામારીના સંક્રમણનો ઘણો સમય પસાર કર્યો છે. હવે ખૂબ જ થોડો સમય બાકી છે. એટલે આપણે જો ભય નહી રાખીએ તો બહું ઝડપી આપણે આ મહામારીમાંથી બહાર નિકળી જઈશું.

રાજકોટના ઉદ્યોગોમાં જાગૃતિ ફેલાવવા માટે એસોસીએશન દ્વારા કોવીડ – ૧૯ ના એન્ટીજન ટેસ્ટના કેમ્પો રાખવામાં આવ્યા હતા. જેમાં માત્ર પાંચ થી સાત ટકા લોકો પોઝીટીવ આવ્યા હતા. જેમને પણ સામાન્ય લક્ષણ હોવાથી તેઓ એક સપ્તાહમાં જ નેગેટીવ ઈને પૂન: તેમના કામ પર આવી ગયા છે.

આ કોઈ ભયંકર રોગ રહયો નથી. ભારતમાં તેનો રીકવરી રેટ પણ ૮૨ ટકા જેટલો છે. આપણે આ મહામારીમાંથી બહાર આવીશું ત્યારે મને લાગે છે કે, ૯૮ ટકા લોકો રીકવર થઈ ગયા હશે. હાલમાં માત્ર જેને અન્ય કોઈ વધારે રોગ હોય તેવા ૧ કે ૨ ટકા લોકોને વધારે તકલીફ પડે છે. એટલે હવે કોઈપણ લોકોએ ડરવાની જરૂર નથી. ખૂબ જ થોડો સમય બાકી છે. આ સમય દરમિયાન આપણે તકેદારી રાખીએ, માસ્ક પહેરીએ, સોશીયલ ડીસ્ટન્સ રાખીએ અને આપણા હાથને તેમજ દરેક વસ્તુને સેનેટાઈઝ કરતાં રહીએ. આવું જો થોડા સમય કરશું તો આપણે બધા જ આ મહામારીથી બચી શકીશું અને શાંતીથી આ ખરાબ સમય પણ પસાર થઈ જશે. મને આશા છે કે, ૨૦૨૧ ના નૂતન પ્રભાતી જ આપણે પૂર્વવત જીવન જીવી શકીશું. હારશે કોરોના, જીતશે રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.