માતાનું મોત અને 2 વર્ષની દીકરી ઘરમાં એકલી, રૂંવાડા ઉભા કરી દે તેવું ફિલ્મ ‘પિહુ’નું ટ્રેલર

82

જ્યારે માતાપિતા પોતાના ૨વર્ષીય બાળકને ઘરમાં એકલા મૂકીને જાય ત્યારેએ માતા પિતાની સૌથી મોટી લાપરવાહી કહેવાઈ. તે ખૂબ જ ભયાનક પરિસ્થિતી સર્જી શકે છે અને તેના પરિણામો પણ ખૂબ જ ભયાનક આવી શકે છે. વિનોદ કપરીએ પીહુના ટ્રેલરમાં આ વાતની નિચોડ સંપૂર્ણ રીતે પકડ્યો છે.

પિહુના નિર્માતાઓએ આ ફિલ્મના પ્રથમ ટ્રેલરને જ રીલીઝ કર્યું છે અને તમે તેની તીવ્રતાને અનુભવી શકો છો. ૧૨૫ સેકંડ ટ્રેલર વિડિઓમાં તેમણે પૂરી ફિલ્મનો સાર ખૂબ જ સારી રીતે આપની સમક્ષ રજૂ કર્યો છે. તે લગભગ 2-3 વર્ષની નાની છોકરી સાથે ફ્રીજની અંદર પોતાને લૉક કરીને શરૂ થાય છે.

તેની માતા, પણ ઘરમાં છે પણ તે મૃત્યુ પામ્યા છે. લગભગ ૧૨ કલાકથી પણ વધારે સમય તે પોતાની મૃત્યુ પામેલ માતા સાથે પોતાની ક્રિયા અને બાળક સ્વભાવમાં પસાર કરે છે. નિર્માતાએ અત્યારે પરિવારમાં બની રહેલા કમ્યુનિકેશન ગેપના લીધે થતી ઘટના સારી રીતે ફિલ્મમાં રજૂઆત કરી છે એક ૨ વર્ષની નાની છોકરી એકલા ઘરમાં કઈ રીતે મુશ્કેલીમાં ફસાઈ છે તે આ ફિલ્મના ટ્રેલરમાં બતાવ્યુ છે. ટ્રેઈલરમાં બતાવ્યુ છે કે માયરા ફ્રિજમાથી સમાન કાઢતા કાઢતા પોતે તેમાં ફસાઈ જાઈ છે, ગેસ ચાલુ કરે છે, ગીઝર ઓન કરે છે આ રીતે ઘરમાં ઘણી બધી આવી ઘટના બને છે. જે ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે.

 

 

Loading...