Abtak Media Google News

કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોચી શક્યો એટલે એને માઁ બનાવી, પણ હું તો એમ કહું ચુ કે બાળક દુનિયામાં આવે એ પહેલા માતાના જીવનમાં આવી ગયું હોઈ છે. અને એટલું જ નહિ,માતાના શરીરનો અંશ જ બની ગયું હોઈ છે. બાળક માટે પિતા પણ એટલો જ જવાબદર હોઈ છે કારણ કે પિતા પણ એવું મને છે કે એ એની પણ આકૃતિ છે પણ પિતા માતા કરતા એક પગથિયું પાછળ હોઈ છે કારણ કે બાળક જન્મે પછી બધા સંબંધો થી જોડાય છે પરંતુ જન્મ પહેલા માતાના જીવનમાં નવ મહિનાથી ઉછરી રહ્યું હોઈ છે. અને એ માત્ર ઉછેર જ નથી હોતો એની સાથે ઘણા અહેસાસ પણ જોડાયેલા હોઈ છે જે કાદાચ એક ગર્ભવતી સ્ત્રી સિવાય કોઈ પણ નથી મહેસુસ કરી શકતું…એમાં બાળકના પિતાનો પણ સમાવેશ થાય છે.

પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર છે મા. મા મંત્રબીજ છે અને મંત્ર, તંત્ર અને સફળતાનો મૂલાધાર છે મા. જે વ્યક્તિ જનેતાને પામી શકતો નથી તે કદી પરમાત્માને પણ પામી ન શકે. કારણ કે પૃથ્વી પરનો પરમાત્મા મા છે. જનેતાના અનોખા ઋણને તો ક્યાંથી ચૂકવી શકાય?

12 મેએ દુનિયાભરમાં ‘મધર્સ ડે’ ઉજવાશેએ તે પહેલા મુંબઈમાં 10 મે, શુક્રવારના રોજ આયોજિત કરવામાં આવેલ નવજાત શિશુનું જીવન બચાવવાનાં જનજાગૃતિ કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન જોડાઈ હતી. ‘AROI રેડિયો 4 ચાઈલ્ડ એવોર્ડ્સ’ કાર્યક્રમ યુએન સંસ્થાની યુનિસેફ પેટાસંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. કરીનાએ પહેલી જ વાર પોતાનો રેડિયો શો શરૂ કર્યો હતો જેનું નામ હતું ‘વોટ વીમેન વોન્ટ’. આ શોને ઘણો સરસ પ્રતિસાદ મળ્યો છે. આ ઝુંબેશમાં સહભાગી થઈને બાળકોનાં આરોગ્ય અને રસીકરણના મહત્ત્વ અંગે જનજાગૃતિ ફેલાવીને દરેક નવજાત શિશુનો જાન બચાવવાનો કરીનાએ સંકલ્પ કર્યો છે, જે પોતે પણ એક પુત્ર – તૈમુર અલી ખાનની માતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.