Abtak Media Google News

વધુ ૧૧શંકાસ્પદ આઇશોલેશનમાં : ૬૬૨ હોમ કોરેન્ટાઇન, ૩૪ કોરેન્ટાઇનમાં

સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મના આરોપીને આઇશોલેસન વોર્ડમાં ખસેડાયો

ગુજરાતભરમાં કોરોના કોવિડ – ૧૯ ના પોઝિટિવ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં બે દિવસ પૂર્વે જાગનાથ વિસ્તારના વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પરિવારના સભ્યોને કોરેઇન્ટઇનમાં રાખી સેમ્પલના રિપોર્ટ કરવામાં આવતા તેમના પુત્રનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામો છે. જ્યારે વધુ ૮ શહેરના અને ૩ ગ્રામ્ય વિસ્તારના મળી કુલ ૧૧ દર્દીઓને આઇશોલેસન માં રાખી સેમ્પલ મેળવી રિપોર્ટ માટે જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સેન્ટ્રલ જેલના દુસકર્મ ના આરોપીનો ભાઈ વિદેશ થી આવ્યા બાદ તેનામાં પણ લક્ષણો દેખાતા કેદીને પણ આઇશોલેસન માં રાખવામાં આવ્યો છે.શહેરમાં ૬૬૨ જેટલા લોકોને હોમ કોરેઇન્ટઇનમાં અને ૩૪ લોકોને કોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

રાજકોટમાં બે દિવસ પહેલા માત્ર એકજ કોરોના પોઝિટિવ દર્દી બાદ માત્ર બે જ દિવસમાં દુબઈ થી આવેલા યુવાન, જાગનાથમાં રહેતા વૃદ્ધા ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વૃદ્ધા ના પરિવારજનો ના સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા એમના પુત્ર નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને પણ આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં વધતી જતી કોરોના ની મહામારીમાં માત્ર બે જ દિવસમાં વધુ ૩ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ફૂલ આંકડો ૪ સુધી પહોંચ્યો હતો. આરોગ્યતંત્ર દ્વારા અવારનવાર લોકોને ઘરમાં રહેવા અને લોકોએ એક એક મિટરનું અંતર રાખવા સતત અનુરોધ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે પોતાને ઘરમાજ રહેવું માત્ર ઉપાય હોવાનું તંત્ર દ્વારા સતત લોકોને જાગૃતી આપવામાં આવી રહી છે.રાજ્યભરમાં પણ કોરોના ના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જતી હોય તેમ કુલ ૩૯ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ૧૪  કેસ અમદાવાદમાં, સુરતમાં અને વડોદરામાં ૭-૭, ગાંધીનગરમાં ૬ , રાજકોટમાં ૪ અને કચ્છમાં ૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. અને સાથે રાજ્યમાં ૨ ના મોત કોરોના ના કારણે નિપજ્યાં હતા.રાજકોટમાં હાલ માતા – પુત્ર સહિત ૪ કોરોના પોઝિટિવ કેસ આઇશોલેસન વોર્ડમાં દાખલ છે. જ્યારે કાલ વધુ ૧૧ દર્દીઓને આઇશોલેસન વોર્ડમાં ટ્રાન્સફર કરી તેમના લોહીના નમૂના મેળવી જામનગર ખાતે રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. માતા અને પુત્રએ કોઈ વિદેશયાત્રા ન કરી હોવા છતાં તેમના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં ચિંતા નો વિષય બની રહ્યો છે. તંત્રએ માતા પુત્રના સંપર્કમાં આવતા તમામ લોકોને કોરેન્ટાઇન કરી તેમના નમૂના મેળવાની ગતિવિધિ હાથધરી છે. અને વધુ ૧૧ લોકોને શંકાસ્પદ ના આધારે આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુષ્કર્મના આરોપી આઇસોલેશનમાં

રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મના ગુનામાં રહેલા આરોપીને કોરોના વાઇરસના લક્ષણો દેખાતા તેને જેલા સ્ટાફે આઇસોલેશન વોર્ડમાં ખસેડી આરોગ્ય તંત્રને જાણ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પુષ્કરધામ મેઇન રોડ પર આવેલી રાધિકા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રાઇવેટ નોકરી કરતા ચિતન વ્રજલાલ સંચાણીયા નામના યુવાને પોતાની સહકર્મી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જે ગુનામાં મહિલા પોલીસે પીડિતાની ફરીયાદ પરથી ગુનો નોંધી આરોપી ચિંતન વ્રજલાલ સંચાણીયાની ધરપકડ કરી ગત તા.૨૨ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ હલાવે કર્યો હતો. જયા ત્રણ ચાર દિવસ દરમ્યાન તાવ, શરદી, ઉઘરસ થયા બાદ કોરોના વાઇરસના લક્ષણ દેખાતા જેલ સ્ટાફની ટીમે તાકીદે આરોગ્ય વિભાગના તબીબોએ આરોપી ચિંતનને કવોરન્ટાઇન વોર્ડમાં ખસેડયો હતો. તબીબી ટીમે ચિંતનના બ્લડ નમુના લઇ રીર્પોટ અર્થે જામનગર લેબોરેટરીમાં મોકલ્યા છે.

આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં આરોપી ચિંતન તેના મોટાભાઇ જયમીન વ્રજલાલ સંચાણીયાના સંપર્કમાં આવતા કોરોનાના લક્ષણ તેનામાં દેખાતા હતા. જયમીન સંચાણીયા તાજેતરમાંથી જ ઓબરોપથી ઘરે પરત કર્યાનુ ખુલ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.