ધ્રાગધ્રા હાઇવેમા મોટાભાગની હોટલો તથા ગેસ્ટહાઉસોમા ચાલતા કુટણખાના “રેડ લાઇટ” સમાન.

78

રાજ્ય સહિત દેશભરમા ચાલતા સ્પા તથા બ્યુટીપાલરની આડમા કુટણખાનાથી યુવાધનની સાથે અનેક પરીવાર પણ બરબાદી તરફ વળી રહ્યા છે. આવા અનેક કુટણખાનામા યુવતિઓ તથા મહિલાઓ પોતાના અંગતસ્વાર્થ અથવા તો આર્થિક મજબરી લીધે દેહવ્યાપાર કરતા નજરે પડે છે.

કચ્છથી અમદાવાદ હાઇવે હંમેશા ધમધમતો જોવા મળે છે તેવામા કચ્છ-અમદાવાદ હાઇવે પર આવેલા એપી સેન્ટર તરીકે ગણાતા ધ્રાગધ્રા પંથક પર અનેક બે નંબરી ધંધા ચાલે છે તેવામા દારુના કંટીંગથી માંડીને ડીઝલ ચોરી તથા દાણચોરીના જેવી અનેક અસામાજીક પ્રવૃતિ ચાલે છે અહિ હાઇવે પર હોટલોની આડમા ચાલતી અનેક અસામાજીક પ્રવૃતિની સાથે હવે ધ્રાગધ્રા હાઇવે પરની હોટલોમા ગેસ્ટહાઉસો પણ ખુલ્લા મુકી દેવાયા છે.

જેમા કેટલીક હોટલોના સંચાલકો દ્વારા રાજ્ય અથવા રાજ્ય બહારથી અનેક દેહવ્યાપાર કરતી લેલાઓને બોલાવી આ હોટલોના ગેસ્ટ હાઉસોમા રાત્રીના સમયે શરીરનો સોદો કરાય છે. ધ્રાગધ્રા હાઇવે પર આવેલી કેટલીક હોટલોમા સાંજ પડ્યે જ દિવસ જેવો માહોલ જામે છે અને સારા-સારા વેપારીઓ અહિ પોતાની મોંઘીદાટ ગાડીઓમા આવક-જાવક કરતી રીતસરનુ નજરે પડે છે.

જોકે કેટલાક મહિનાઓ પહેલા હાઇવે પરની હોટલોમા આવેલા ગેસ્ટહાઉસ કપલ અથવા તો પ્રેમીજોડાને કલાકોના સમય પર ભાડે આપવામા આવતા હતા પરંતુ હવે આ ગેસ્ટ હાઉસોમા જ સાંજના સમયે લેલાઓ રાખી ગેસ્ટ હાઉસ પર  રાખી શરીરસુખનું ભાડુ ચુકવી અહી દેહવ્યાપારનો ધમધોકાર ધંધો ચલાવાય છે. એટલુ જ નહિ કેટલાક હોટલ સંચાલકો પોતાના વોસ્ટઅપ નંબર ગ્રાહકોને આપી જે તે હાજર કૉલગલઁના ફોટા પણ વોસ્ટઅપમા સેન્ડ કરી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે.

આ તરફ ધ્રાગધ્રા તાલુકા પોલીસ પણ સમગ્ર ઘટનાથી વાકેફ છતા હોટલોના સંચાલકો યેન-કેન પ્રકારે સ્થાનિક પોલીસને સાચવી લેતા સમગ્ર મામલો દબાવવામા આવે છે પરંતુ ધ્રાગધ્રા પંથકના જશાપર ગામેથી સૌપ્રથમ સીધુસાદુ શરુ થયેલુ કુટણખાના હવે હાઇવે પરની હાઇફાઇ હોટલો સુધી પહોચતા દેહવ્યાપાર ચલાવતી હોટલો અને ગેસ્ટ હાઉસો તંત્ર માટે હવે “રેડ લાઇટ” સમાન ગણાવી શકાય છે.

Loading...