Abtak Media Google News

૧૮ વોર્ડમાં કોર્પોરેશનની ૧૪૩ ટીમો દ્વારા ચેકિંગ: મચ્છરોનાં પોરા જોવા મળતા ૧૨૫ આસામીઓને નોટીસ: રૂા.૩૯,૪૦૦નો વહિવટી ચાર્જ વસુલાયો

કોરોનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે બીજી તરફ ચોમાસાની સીઝનમાં વરસાદ શરૂ થતાની સાથે જ મચ્છરનો ઉપદ્રવ પણ વઘ્યો છે. કોરોના સાથે હવે મેલેરિયા અને ડેન્ગ્યુનો રોગચાળો પણ ફાટી નિકળે તેવી દહેશત ઉભી થવા પામી છે. શહેરનાં ૧૮ વોર્ડમાં કોર્પોરેશનની ૧૪૩ ટીમો દ્વારા ચાલુ સપ્તાહે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મચ્છરોનાં પોરા જોવા મળતા ૨૨૫ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી અને રૂા.૩૯,૪૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યી શાખા દ્વારા ડેન્યુછરન  રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાંક ઉ૫રાંત બાંઘકામ સાઇટ, સરકારી કચેરી, પેટ્રોલ પં૫, હોસ્પિટલ વગેરે જેવી પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ અભિયાન હાથ ઘરવામાં આવેલ છે.  ચાલુ સપ્તાહ દરમ્યાન ૧૮ વોર્ડની ૧૪૩ ટીમો દ્વારા ૮૬,૯૫૩ ઘરોમાં મચ્છર ઉત્પતિ સબબ મુલાકાત કરવામાં આવેલ, જેમાં ૩,૧૨,૫૬૭ પાણી ભરેલ પાત્રો તપાસતા ૧૨,૧૫૫ પાત્રોમાં મચ્છરના પોરા મળી આવેલ, જેને ખાલી કરાવી અથવા તો તેમાં પોરાનાશક દવા નાખી પોરાનો નાશ કરવામાં આવેલ.

Img 20200710 Wa0007

આ સાથે ૫૫ બાંઘકામ સાઇટ, ૧૭ સરકારી કચેરી, ૧૫પેટ્રોલ પં૫, ૧૮ હોસ્પિટલ, ૨૭ કોમ્પ્લેક્ષ, ૨૭ ઇન્ડસ્ટ્રીઝ, ૧૫ ભંગારના ડેલ, ૩૧ શાળાનો ૫ણ મચ્છર ઉત્પતિ સબબ મુલાકાત કરવામાં આવેલ, જેમાં મચ્છરના પોરા જોવા મળેતા ૨૨૫ નોટીસ તથા ૩૯,૪૦૦ વહિવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ.

વરસાદ બંઘ થયા બાદ રોડની સાઇડ, ખાલી પ્લોટ તથા મેદાનમાં જમા રહેતા વરસાદી પાણીમાં બી.ટી.આઇ. દવા તથા બળેલ ઓઇલનો છંટકાવ કરવામાં આવેલ છે. જેમાં ૨૮૩ નાના મોટા ખાડા / ખાબોચીયામાં દવા છંટકાવ કરવામાં આવેલ છે.  ડેન્ગ્યુ રોગ અટકાયત માટે લોકોએ સ્વયં જાગૃત થવાની જરૂર છે., ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજીપ્તી મચ્છરના પોરા ઘરની અંદર પાણી ભરવામાં આવતા પાત્રો અથવા તો વરસાદી પાણી જમા થતા પાત્રોમાંજ જોવા મળે છે. આથી લોકોએ સ્વયં પોતાના ઘર પ્રિમાઇસીસની ચકાસણી કરી આવા મચ્છરના પોરા ન થાય તે માટે તકેદારી રાખવી જોઇએ.  સામાન્ય રીતે ઘરની અંદર રાખવામાં આવેલ પક્ષીકુંજ, ટાયર, અગાસીમાં પડેલ ભંગાર, બેરલ, પશુને પીવાની પાણીની કુંડી,નળની કુંડી, સીડીનીચે પાણીના ટાંકા, છોડના કુંડામાં જમા રહેતા પાણીમાં મચ્છરના પોરા મળી આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.