વડોદરામાં જાગ્યા ત્યારથી સવાર: વેપારીને કોરોના થતા આખુ સંકુલ સેનીટાઈઝ કર્યું

મહાપાલિકાના શોપીંગ સંકુલમાં જ સરકારી નિયમોનો ઉલાળ્યો,

વડોદરામાં કોરોનાનો રોગચાળો પ્રસરતો અટકે તે માટેના વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે એક વ્યાપારી વિસ્તારમાં વેપારી બિમાર પડયા બાદ વેપારીઓએ વાણીજય સંકુલની સાફસુફી કરી સેનીટાઈઝ કરવામાં આવ્યું હતુ.

શહેરમાં કોરોનાનો રોગચાળો ન પ્રસરે તે માટે લોકડાઉન લદાયા બાદ તેમાં છૂટછાટો આપવામાં આવી છે. નવી છૂટછાટો મુજબ એકી,બેકી તારીખે દુકાનો ખોલવામાં આવે છે.

વેપારીઓ દુકાનો ખૂલ્લી રાખવામાં કેટલીય વખત એકી બેકીનો નિયમ પાળવામાં આવ્યો ન હોવાની પણ ફરિયાદો ઉઠે છે.

શહેરનાં ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા મહાપાલીકાના પદ્માવતી શોપીંગ સેન્ટરમાં ૩૦૦ દર્દીનો છે.આમાં સરકારી નિયમોનો ભંગ થયો હતો.

ગઈકાલે આ સંકુલના એક વેપારી બિમાર પડતા દવાખાને ખસેડાયા હતા. તેની તપાસ કરવામાં આવતા તેને કોરોના હોવાનું બહાર આવ્યું હતુ આ બનાવથી વેપારીઓમાં સોપો પડી ગયો હતો.

વેપારીઓએ ડરના માર્યા દુકાનો પણ બંધ રાખી હતી. ૫ દિવસ વેપારીઓએ દુકાનો ખોલી નાખી હતી અને કોરોનાનો રોગચાળો ન ફેલાય તે માટે વેપારીઓએ આખા વ્યાપારી સંકુલના સાફસફાઈ કરાવી સેનેટાઈઝ કર્યું હતુ.

પદ્માવતી શોપીંગ સંકુલની બાજુમાં જ આવેલી મેમણ બજારમાં પણ સરકારી નિયમોનો ઉલાળ્યો કરવામાં આવતો હોવાની લોકોની ફરિયાદો ઉઠી છે.

Loading...