યાત્રિઓનાં ઘસારાને પગલે વાયા રાજકોટથી જતી ૧૦ ટ્રેનોમાં આજથી વધુ કોચ લગાવાશે

52
more-trains-will-be-installed-in-6-trains-going-through-via-rajkot-following-the-depreciation-of-passengers
more-trains-will-be-installed-in-6-trains-going-through-via-rajkot-following-the-depreciation-of-passengers

યાત્રિઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા એસી કોચમાં વધારો કરાયો

મુસાફરોની સુવિધા તેમજ વધુ પડતી ભીડને નજરમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ રેલવે મંડલ થઈને જનારી ૧૦ ટ્રેનોમાં ઓગસ્ટ માસથી અસ્થાયી રૂપે વધુ કોચ લગાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ૧૨૯૦૫/૧૨૯૦૬ પોરબંદર હાવડા એકસપ્રેસમાં ૧ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી પોરબંદર તથા ૩ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી હાવડાથી એક સેકન્ડ સ્લીપર કોચ લગાવાશે. ૧૯૨૦૨/૧૯૨૦૧ પોરબંદર સિકંદરાબાદ એકસપ્રેસમાં ૬ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ સુધી પોરબંદરથી તથા ૭ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધી સિકંદરાબાદથી એક સેક્ધડ સ્લીપર કોચ લગાવાશે. ૧૯૨૧૭/૧૯૨૧૮ બાંદ્રા જામનગર એકસપ્રેસમાં ૨ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી બાંદ્રાથી તથા ૩ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી જામનગરથી એક થર્ડ એસી કોચ લગાવાશે.

૧૯૫૬૮/૧૯૫૬૭ ઓખા તુતીકોરિન એકસપ્રેસમાં ૧ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી ઓખાથી તથા ૪ ઓગસ્ટથી ૧૮ ઓગસ્ટ સુધી તુતીકોરિનથી એક થર્ડ એસી કોચ લાગશે. ૨૨૯૬૯/૨૨૯૭૦ ઓખા વારાણસી એકસપ્રેસમાં ૧ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી ઓખાથી તથા ૩ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી વારાણસીથી એક થર્ડ એસી કોચ લાગશે. ૧૯૫૭૩/૧૯૫૭૪ ઓખા જયપુર એકસપ્રેસમાં ૫ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ સુધી ઓખાથી તથા ૬ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ સુધી જયપુરથી એક થર્ડ એસી કોચ લાગશે. ૧૨૯૪૯/૧૨૯૫૦ પોરબંદર સંતરાગાછી કવિગુરુ, એકસપ્રેસ ટ્રેનમાં ૨ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી પોરબંદરથી તથા ૪ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી સંતરાગાછી સુધી એક સેક્ધડ સ્લીપર કોચ લાગશે.

૧૯૨૬૯/૧૯૨૭૦ પોરબંદર મુઝફરપુર મોતીહારી એકસપ્રેસ ટ્રેનમાં ૧ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી પોરબંદરથી તથા ૪ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી મુઝફફરપુરથી એક સેક્ધડ સ્લીપર કોચ લાગશે. ૧૯૨૬૩/૧૯૨૬૪ પોરબંદર દિલ્હી સરાઈરોહિલ્લા એકસપ્રેસ ટ્રેનમાં ૩ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી પોરબંદરથી તથા ૫ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી દિલ્હી સરાઈ રોહિલ્લાથી એક સ્લીપર કોચ લાગશે. ૧૯૨૬૨/૧૯૨૬૧ પોરબંદર કોચુવેલી એકસપ્રેસ ટ્રેનમાં ૧ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી પોરબંદરથી તથા ૪ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી કોચુવેલીથી એક થર્ડ એસી કોચ લાગશે.

Loading...