ચોટીલા પંથકમાંથી એક કરોડથી વધુ કિંમતનું ગાંજાનું વાવેતર ઝડપાયું

મુન્ની બદનામ હુઈ ડાર્લીંગ તેરે લીયે… આ ડાર્લીંગ કોણ?

ખેતરમાં તુવેર-એરંડાની આડમાં 1292 કીલો ગાંજાનું વાવેતર ઝડપાયું: અગાઉ બે વાર ગાંજાનું વાવેતર ઝડપાયું હતું

પ્રતિબંધીત માદક પદાર્થ ગાંજાના વાવેતર માટે કુખ્યાત ચોટીલા પંથકમાં પોલીસે ઝુપડાની સીમમાં આવેલા ખેતરમાં અન્ય વાવેતરની આડમાં અધધ કહી શકાય તેવા 1292 કિલો અને રૂ.1,3,3600ની કિંમતનું ગાંજાનું વાવેતર જડપાતા પોલીસ ચોકી ઉઠી હતી. રાજયનાં ડીજીપીએ માદક પદાર્થોની હેરફેર સામે કડક કાર્યવાહીનાં આદેશ આપ્યા છે. તો બીજી બાજુ એક કરોડથી વધુ રકમનાં ગાંજાનું વાવેતર પકડાયું હતુ પોલીસ તંત્રની કહેવાતી કડક કામગીરી અંગે સવાલો ઉઠવા પામ્યા છે. ચોટીલા પંથકમાં છાસવારે પકડાતા ગાંજાના વાવેતરનું મોટું નેટવર્ક ભેદવામાં તંત્ર કયાં નબળું પૂરવાર થઈ રહ્યું છે. તે પણ મોટો સવાલ છે. પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા પોલીસ મથકના પી.આઈ. બી.કે. પટેલને બાતમી મળેલ કે ઝુપડાની સીમમાં એક શખ્સ દ્વારા વિપુલ પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરાયું છે, બાતમીનાં આધારે પી.આઈ. પટેલે સીમમાં વોચ ગોઠવી સ્ટાફ સાથે રાત્રીનાં સમયે દરોડો પાડી દોઢ વિઘાના ખેતરમાં તુવેર અને એરંડાની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડયું હતુ પોલીસે ગાંજાનું વાવેતર કરનાર ઝુંપડીયા રહેતા નરશી અરજણ ચૌહાણને ઝડપી લઈ પુછપરછ કરતા ધીરજ નામના શખ્સે તેને ગાંજાનું બીયારણ પહોચતુ ર્ક્યાનું જણાવતા પોલીસે ધીરજની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ ઝુપડા નાનીયાણી ગામની સીમમાં દોઢ વીઘા જમીનમાં ગાંજાનું વાવેતર કરાયું હતુ. ત્યારે આ જમીન નરશી ચૌહાણની છે કે સરકારી ખરાબામાં સબ ભૂમી ગોપાલકી માની વાવેતર કરાયું તે અંગે રેવન્યુ વિભાગમાંથી માહિતી મંગાવાઈ છે. ધીરજ નામનાં શખ્સે ગાંજાનું બિયારણ પૂરૂ પાડયુ હોય આટલા મોટા જથ્થાનું બિયારણ કયાંથી આવ્યું તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. ધીરજ પોલીસ પકડથી બહાર છે તે ઝડપાયા બાદ ચોટીલા પંથકમાં ગાંજાના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શકયતા છે.

ચોટીલા પંથકમાં અગાઉ પણ બબ્બે વાર ગાંજાનાં વાવેતર ઝડપાયા હતા તેમ છતા માદક પદાર્થ ગાંજાનાં વાવેતરનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે.તેની ઝુપડા નાનીયાણીની સીમમાંથી ઝડપાયેલ ગાંજાનું વાવેતર કોની કૃપાદ્રષ્ટીથી થયું તે સવાલ મહત્વનો છે. પોલીસે 3 થી 8 ફૂટના 700 જેટલા સુકાલીલા ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. આ કોઈનાની ઘટના નથી.

પોલીસ તંત્રને માદક પદાર્થોની હેરાફેરી ડામવી હોય તો કડક કાર્યવાહી કરવી જોઈએ પણ શા માટે આકરી કાર્યવાહી થતી નથી? ગાંજાનો નશો સામાન્ય રીતે અન્ય નશા કરતા દિમાગને ઠંડો રાખનારો ગણાય છે. ત્યારે તંત્રને પણ આ ઠંડી અસર નડી રહી છે કે શું? છાસ વારે પકડાતા ગાંજાના વાવેતરને કારણે પોલીસની છબી બદનામ થઈ રહી છે. નમુન્ની મદનામ હુઈ ડાર્લીંગ કેરે લીયે તો આ નડાર્લીંગ કોણ ?થ એ બહાર આવવું અત્યંત જરૂરી છે.

રાજયનાં ડીજીપી જો ખરેખર માદક પદાર્થોની હેરાફેરીને ડામી દેવા આકરો મીજાજ ધરાવતા હોય તો ગાંજાનાં સોદાગરો કોણ? વિપુલ જથ્થો કયાંથી કયાં પહોચે છે. તેના મુળ સુધી પહોચી આ હેરાફેરીમાં તંત્રના રોલ અંગે ઉંડી તપાસ કરવી જરૂરી છે.

Loading...