Abtak Media Google News

૫૮% બાળકોમાં અપૂરતું હિમોગ્લોબીન: ૩૬ ટકા બાળકો અન્ડર વેઈટ: ૬ લાખ ઘરોમાં કરાયો સર્વે

૫ વર્ષથી નીચેની વયના અડધાથી વધુ ભારતીય બાળકોમાં અપૂરતું હિમોગ્લોબીન જોવા મળે છે. જેના તકી તેમના માનસીક વિકાસને વિપરીત અસર થાય છે.

તાજેતરમાં જાહેર કરાયેલા ફેમીલી હેલ્થ સર્વેમાં જણાવાયું છે કે ૫૮ ટકાથી વદુ ૫ વર્ષથી નીચેની વયના બાળકો અનેમિક એટલે કે કૂપોષિત છે. ખાસ કરીને તેમનામાં હીમોગ્લોબીન એટલે કે લોહીના ટકાનું પ્રમાણ ઓછુ જોવા મળે છે. પરિણામે તેમનો માનસીક વિકાસ રૂંધાઈ છે. આ સર્વે ૨૦૧૫-૧૬ દરમિયાન ૬ લાખ ઘરોમાં કરાયો હતો ૩૬ ટકા બાળકો એન્ડરવેઈટ હતા.

ગુજરાતમાં શું પરિસ્થિતિ છે?

રાજ્યમાં કુપોષણના સર્વેની કામગીરી કરવા માટે રાજ્ય સરકારે એપ્રિલ-૨૦૧૪માં બે એજન્સીઓને કામગીરી સોંપેલ હતી. તે અન્વયે વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩માં હૈદરાબાદની એજન્સીને રૂ.૮૪,૮૭,૯૭૫ અને મુંબઇની એજન્સીને રૂ.૧,૨૦,૮૪,૫૦૦ની માતબર રકમ ચુકવ્યા બાદ આ એજન્સીઓએ રિપોર્ટ ચાર વર્ષ બાદ એટલે કે વર્ષ ૨૦૧૬માં અહેવાલ રાજ્ય સરકારને સોંપેલ હતો. રાજ્ય બહારની એજન્સીઓને કરોડો રૂપિયા ચુકવ્યા બાદ અહેવાલ બનાવતાં જ ૪ વર્ષ લાગતા હોય તો રાજ્યમાં ૫૫ ટકા બાળકો અને ૪૫ ટકા મહિલાઓ કુપોષિત પીડાય છે તે નિવારવા તો વર્ષો વીતી જશે એટલે કે રાજ્ય સરકાર કુપોષણ નિવારવા ગંભીર નથી. તેમ કોંગ્રેસનાં ધારાસભ્ય તેજશ્રીબેને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સેપ્ટનો અહેવાલ રાજ્ય સરકારને એપ્રિલ-૨૦૧૩માં મળ્યો હતો. અને આ અહેવાલ અંગે રાજ્ય સરકાર હજી એટલે કે ચાર વર્ષ કરતાં વધુ સમય થયો છતાં વિચારણા જ કરે છે. આ ઉપરાંત તૃતીય જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે કેન્દ્રીય સહાય અંગે રાજ્ય સરકારના અંદાજપત્ર પ્રકાશન અને જવાબમાં વિસંગતતા બહાર આવી છે. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાને કહ્યું હતું કે, રાજ્યમાં તૃતીય જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્ય સરકારને કોઇ રકમ મળી નથી તે વાત સ્વીકારી છે જ્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના વર્ષ ૨૦૧૬-૧૭ના અંદાજપત્ર પ્રકાશનમાં તૃતીય જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે આયોજનમાં રૂપિયા ૨૦ લાખની જોગવાઇ પણ કરવામાં આવી છે અને આ યોજના કેન્દ્ર પુરસ્કૃત છે તે વાત સ્વીકારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.