Abtak Media Google News

રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અંતર્ગત ગાંધીનગર શહેર અને જિલ્લાના ૧ થી ૧૯ વર્ષના કુલ ચાર લાખથી પણ વધુ બાળકોને કૃમિનાશક ટેબલેટ આપવામાં આવશે. આંગણવાડી,પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપરાંત અન્ય સંસ્થાઓ મળી કુલ બે હજાર જેટલી સંસ્થાઓમાં ખાસ કાર્યક્રમ ગોઠવાશે. આ ઉપરાંત શાળાએ નહીં જતા બાળકોને પણ દવા ખવડાવવામાં આવશે. 

નેશનલ ડી-વોર્મિંગ ડે તા.૮ ઓગસ્ટના કાર્યક્રમમાં રાષ્ટ્રના ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિથી મુક્તિ અપાવવા વર્ષમાં ઓગસ્ટ અને ફેબુ્રઆરી એમ બે વખત કૃમિનાશક આલ્બેન્ડાઝોલ નામની ટેબલેટ આપવામાં આવે છે. ચાલુ વર્ષમાં પણ આવતીકાલે તા.૮ ઓગસ્ટના રોજ વર્ષના બીજા રાઉન્ડની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર શહેર ઉપરાંત જિલ્લાની આંગણવાડી , પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ અન્ય સંસ્થા મળીને કુલ  બે હજાર જેટલી સંસ્થાઓના ચાર લાખથી પણ વધુ  બાળકોને કૃમિનાશક ગોળીથી આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.