Abtak Media Google News

 જિલ્લામાં ૩૮ ચેકપોસ્ટ પર આરોગ્યની ૧૨૮ ટીમ તૈનાત: લાઈફલાઈન મેળવી સિક્કો માર્યા બાદ જ પ્રવેશ

અમદાવાદથી આવેલા વૃદ્ધ દંપતિ કોરોનાગ્રસ્ત જાહેર થતા ગોંડલમાં મંજૂરી વગર પ્રવેશ પર પ્રતિબંધ

કોરોના કોવિડ ૧૯ વાયરસની મહામારીને પગલે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યારે ત્રીજા લોકડાઉનના તબક્કામાં અન્ય શહેરમાં ફસાયેલા લોકોને પોતાના વતન પરત ફરવાની મંજૂરી મળતા જ રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં જ ૬૬૪૧ લોકો પોતાના વતન પરત ફર્યા હોવાની જાણકારી મળી છે. ત્યારે મંજૂરીના પગલે જિલ્લા આરોગ વિભાગે રાજકોટ જિલ્લાની ૩૮ ચેકપોસ્ટ પર આરોગ્યની ૧૨૮ ટિમ તૈનાત કરી જિલ્લામાં પ્રવેશતા તમામ લોકોનું પરિક્ષરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બે દિવસ પહેલા અમદાવાદમાં ફસાયેલા વૃદ્ધ દંપતી સહિત સાત લોકોના સેમ્પલ મેળવી રિપોર્ટ કરાવતા ગોંડલના વૃદ્ધ દંપતીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે ગોંડલના પ્રાંત અધિકારીઓ અને ડીવાયએસપી સાથે મળી મંજૂરી વગર ગોંડલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યભરમાં કોરોના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે પરપ્રાંતીય વર્ગને પોતાના વતન પરત જવા માટે મંજૂરી મળી છે. સાથે આંતર રાજ્યમાં પણ ફસાયેલા લોકોને મંજૂરી મેળવી પરત જવા માટેની મંજૂરી મળી છે. ત્યારે માત્ર રાજકોટ જિલ્લામાં જ અલગ અલગ ગામ માંથી માત્ર પાંચ જ દિવસમાં ૬૬૪૧ લોકો વતન પરત ફરતા જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં આવેલી ૩૮ ચેકપોસ્ટ પર ૧૨૮ આરોગ્યની ટિમ તૈનાત કરવામાં આવી છે. આ તમામ આરોગ્ય વિભાગની ટિમ દ્વારા અન્ય જિલ્લામાંથી પ્રવેશતા લોકોને ચેકઉપ કરી તેમનું સ્ક્રિનિંગ કરી હોમ કોરેન્ટાઇન નો સ્ટેમ્પ મારવાનું કામ કરે છે. જ્યારે તેમાંથી શંકાસ્પદ અને કોરોના વાયરસના લક્ષણો જણાવતા તેઓને ફેસિલિટી કોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.

બે દિવસ પહેલા જ અમદાવાદથી મંજૂરી વગર આવેલા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે વધુ અમદાવાદથી આવેલા ગોંડલના વૃદ્ધ દંપતીને કોરોનાના લક્ષણો જણાવતા તેમના સેમ્પલ મેળવી લેબમાં મોકલવામાં આવતા તેઓને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો વિષય બની રહ્યો છે.

વૃદ્ધ દંપતી અમદાવાદ બે માસ થી ફસાયા હતા. બે દિવસ પહેલા તેઓને મંજૂરી મળતા તે ગોંડલ વતન પરત આવ્યા હતા. જ્યાં ચેકપોસ્ટ પર તેઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યા બાદ કોરોનાના લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરવામાં આવતા બન્ને કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. તેઓને રાત્રીના સમયે જ ગોંડલથી અત્રે સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. રાજકોટમાં અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ બહારગામથી લોકો પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે પારડી ગામમાં પણ આજ રોજ બહારના જિલ્લામાંથી ૮ લોકો આવ્યા હતા. જેઓને ચેકપોસ્ટ પર મેડિકલ ચેકઉપ કરી  સેમ્પલ મેળવવા માટે કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને સરપંચ કોરોના યોદ્ધાની ફરજ બજાવશે

કોરોનાની મહામારી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે સરકાર દ્વારા અન્ય જિલ્લામાં ફસાયેલા લોકોને પરત વતન જવાની મંજૂરી મળતા સુરત, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાંથી લોકો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પરત ફરી રહ્યા છે. ત્યારે અમદાવાદથી ગોંડલમાં પ્રવેશ કરેલા એસઆરપી જવાન અને વૃદ્ધ દંપતી કોરોનાંથી સંક્રમિત થતા વધુ ચિંતા પ્રસરી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તલાટી, સરપંચ અને ઉપસરપંચ ને જિલ્લા વિકાસ અધિકારીઓના સંપર્ક આપી ગામમાં પ્રવેશતા લોકો પર નજર રાખવાની જીમેંદારી સોંપવામાં આવી છે. જેમાં ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાંથી સુરત રત્નકલાકાર તરીકે ગયેલા લોકો પરત આવતા હોય જેમના પર નજર રાખવા સરપંચ અને તલાટી સહિતના કોરોના યોદ્ધા નો બગાગ બજવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.