Abtak Media Google News

રાજયમાં ૫૫૦થી વધુ ડીસ્ટ્રીક, સિનિયર સિવિલ અને સિવિલ જજની બદલી

ઉનાળું વેકેશનને ધ્યાને લઇ ન્યાયતંત્રમાં મોટાપાયે ફેરફાર: રાજકોટના ડીસ્ટ્રીક જજ આર.કે.દેસાઇની સુરત બદલી: સુરતના ગીતા ગોપીની રાજકોટમાં નિમણુંક

રાજયભરના ૫૫૦થી વધુ ડીસ્ટ્રીક, સિનિયર સિવિલ અને સિવિલ જજની ઉનાળુ વેકેશનને ધ્યાને લઇને મોટાપાયે બદલી હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. રાજકોટમાં ડીસ્ટ્રીક જજ તરીકે ફરજ બજાવતા આર.કે.દેસાઇની સુરત ખાતે બદલી થઇ છે. તેમના સ્થાને સુરતથી ગીતા ગોપીની ડીસ્ટ્રીક જજ તરીકે નિમણુંક આપવામાં આવી છે. સિનિયર સિવિલ અને સિવિલ જજની બદલી સાથે રાજયભરમાં ધરખમ ફેરફેરા થયા છે.

રાજકોટમાં ૮ સિનિયર સિવિલ જજ મુકાયા

રાજયના ૧૨૯ સિનિયર સિવિલ જજની થયેલી બદલીમાં રાજકોટના આઠ સિનિયર સિવિલ જજની નિમણુંક કરવામાં

આવી છે.

એ.જે.શેખ, સી.એન.દેસાઇ, પી.એમ.દવે, એચ.એસ.દવે, આર.એસ.રાજપૂત, એન.એચ.વાસવેલીયા, એ.પી.મહેતા, પી.એમ.ગૌસ્વામીની નિમણુંક આપવામાં આવી છે. જ્યારે રાજકોટ ડીસ્ટ્રીક લીંગલ સર્વિસના સેક્રેટરી આર.કે.મોઢની અમદાવાદ ખાતે પ્રોજેકટ ઓફિસર તરીકે બદલી થઇ છે.

રાજકોટમાં ૧૫ સિવિલ જજની નિમણુંક

રાજયના ૨૩૦ જેટલા સિવિલ જજની થયેલી આંતરીક બદલીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૫ સિવિલ જજની નિમણુંક આપી છે. આઠ જેટલા જજની જે તે શહેરની કોર્ટમાં જ બદલી કરવામાં આવી છે. એમ.વી.ચૌહાણ, જી.ડી.પાડીયા, એમ.એસ.અમલાણી, એલ.ડી.વાઘ, સૌરભ શાહ, આર.બી.ગઢવી, એ.એન.શેખ, કે.સી.મેઘાણી, યુ.એસ.કાલાણી, પી.ડી.મોદી, પી.કે.રાય, એચ.જે.બ્રહ્મભટ્ટ, એસ.એસ.જાની, ડી.સી.રાવલ, ડી.સી.ગોહિલને રાજકોટ શહેર અને જિલ્લામાં નિમણુંક આપવામાં આવી છે.

૭૭ ડીસ્ટ્રીક અને સેશન્સ ન્યાયધિશ બદલાયા

રાજકોટના આર.કે.દેસાઇ સુરત, એચ.આર.રાવલને મહેસાણા, બી.પી.પૂજારાને કલોલ, પી.પી.પુરોહિતને લીમખેડા, મોરબીના સી.કે.મુનસીને ડીસા, જૂનાગઢના ડી.ટી.સોનીને દાહોદ, કે.એ.પઠાણને ઇડર, બોટાદના એમ.એ.કડીવાલાને નડીયાદ, ભાવનગરના કે.આર.પ્રજાપતિને પાટણ, મહુવાના એસ.એચ.પટેલને બોટાદ, જામનગરના સી.કે.ચૌહાણને અમદાવાદ સીબીઆઇ કોર્ટ, પી.સી.ચૌહાણને અમદાવાદ, સુરેન્દ્રનગરના એચ.એમ.પવારને રાજકોટ, ધ્રાંગધ્રાંના એ.કે.રાવને મોડાસા અને ઉનાના એસ.પી.તમાણીને રાજપીપળા ખાતે બદલી કરાઇ છે.

જ્યારે બનાસકાંઠાના એસ.કે.બક્ષીને ભાવનગર, દાહોદથી એન.બી.પીઠવાને જૂનાગઢ, એસ.એમ.સિંગાલને દાહોદથી જૂનાગઢ, ભ‚ચના સી.એમ.ભટ્ટને ખંભાળીયા, ભ‚ચથી એચ.એ.દવેને ધોરાજી, સુરતથી આર.એલ.ઠક્કરને રાજકોટ, ગોધરાથી એન.એસ.સિંધીને મહુવા, અમદાવાદથી કે.આર.રબારીને જામનગર, અંકલેશ્ર્વરથી એમ.એચ.પટેલને જામનગર, વડોદરાના એસ.એમ.રાજપુરોહિતને ધ્રાંગધ્રાં, વડોદરાના એમ.કે.ઉપાધ્યાયને મોરબી, ગોધરાના એ.કે.ભોજકને ભાવનગર અને કલોલના પી.એમ.સાયાણીને જૂનાગઢ ખાતે નિમણુંક આપી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.