Abtak Media Google News

પંથકમાં ચારથી પાંચ સિંહ ભટકતા હોવાનું અનુમાન: ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ

બગસરાના ખારી ગામે સિંહ પરિવારે ૮૦થી વધુ ઘેટાબકરાનું મારણ કરીને મીજબાની માણી હોવાનું ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ફફડાટ મચીજવા પામ્યો છે. લોકો રાત્રીના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

બગસરા પંથકમાં છેલ્લા ઘણાદિવસથી સિંહ પરિવારના આંટાફેરા હોવાની ચર્ચાએ જોર પકડયું હતુ સમયઅંતરે સિંહ પરિવારે કરેલા મારણના કિસ્સાઓ પણ સામે આવતા જતા હતા ત્યારબાદગત રોજ ખારી ગામમાં સિંહ પરિવારે કનાભાઈ ભરવાડના વાડામાં ઘુસીને ૮૦થી વધુ ઘેટાબકરાનું મારણ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

7537D2F3 5

મોડીરાત્રીની આ ઘટનાથી સમગ્ર ગામમાં ફફડાટ ફેલાઈજવા પામ્યો છે. સવારે સમસ્ત ગ્રામ કનાભાઈ ભરવાડના વાડે એકત્ર થયું હતુ અને વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ પણ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યું હતુ અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર બગસરા પંથકમાં છેલ્લાઘણા દિવસોથી સિંહ પરિવારે ધામા નાખ્યા છે. કુલ ચારથી પાંચ સિંહો છે અને આ સિંહોના કારણે ગ્રામ્ય વિસ્તારમાંરાત્રે ખેડુતો પે પશુપાલકો પોતાના ઘરથી વાડીકે ખેતરે જવામાં પણ ડર અનુભવે છે. વન વિભાગ દ્વારા તુરંત આ સિંહોને જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે તેવી પ્રબળ માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.