Abtak Media Google News

સ્ત્રીઓમાં થાઈરોઈડને લગતા રોગોનું પ્રમાણ પુરૂષો કરતા ૬થી ૮ ગણુ વધુ: ડો. તેજસ ચૌધરી

ભારતમાં ૪ કરોડથી વધુ વ્યકિતઓ એક યા બીજા પ્રકારનાં થાઈરોઈડને લગતા રોગથી પીડાય છે

આવતીકાલે તા.૨૫ને શુક્રવારે વર્લ્ડ થાઈરોઈડ ડે ના ૧૦ વર્ષની ઉજવણી કરાશે. જેમાં મુખ્યત્વે અમેરીકન થાઈરોઈડ ઓર્ગેનાઈઝેશન યુરોપીયન થાઈણોઈડ ઓર્ગેનાઈઝેશન અને તેને લગતી બીજી એજન્સીઓએ સાથે મળી કેટલાક લક્ષ્યાંક નકકી કર્યા છે. જોકે થાઈરોઈડ અને તેના સ્વાસ્થ્ય અંગે જાગૃકતા થાઈરોઈડના રોગો અને તેની અધતન સારવાર પધ્ધતિ અને જાગૃકતા થાઈરોઈડના રોગોની પ્રચલીતતા અંગે જાગૃકતા લાવવી, થાઈરોઈડના રોગો અંગેના ઉપાય અને જાણકારીની સવલતો કરવી જાગૃકતા અને માહિતી વધુને વધુ લોકો સુધી પહોચે તેની વ્યવસ્થા કરવી. વોકહાર્ટ હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ ઈન્ટરનલ મેડીસીન અને ઈન્ટેન્સીવીસ્ટ ડો. તેજસ ચૌધરીએ જણાવ્યું હતુ કે, થાઈરોઈડ એ એક અગત્યની ગ્રંથી છે જે પતંગીયાના આકારની હોય છે.

આપણા ગળાના નીચેના ભાગમાં શ્ર્વાસનળીની આગળ અને સ્વરપેટીના નીચેના ભાગમાં આવેલી હોય છે. આપણા શરીરમાં આઠ હોર્મોન ગંથીઓમાંની થાઈરોઈડ ગ્રંથી નાની હોવા છતા શરીરના બધા જ મેટાબોલીક પ્રોસેસમાં ભાગ લે છે. થાઈરોઈડ ગ્રંથીના અંત:સ્ત્રાવો જે લોહીમાં ભળે છે અને શરીરનાં દરેક અવયવો, પેશીઓ , કોર્ષો અને મેટાબોલીસમને કંટ્રોલ કરે છે.

હાઈપોથાઈરોઈડીસ્મ: થાઈરોઈડગ્રંથી અન્ડરએકટીવ હોવાથી દર્દીને થાક લાગવો, વજન વધવુ, ચામડી, જાડી થઈ જવી, ઠંડી સહન ન થવી, શરીરમાં સોજા આવવા વિગેરે લક્ષણો જોવા મળે છે. આવા કોઈ પણ લક્ષણો સાથે લેબોરેટરી ટેસ્ટથી નિદાન શકય છે. અને તે માટે સારવાર હોમોન રિપ્લેસમેન્ટ છે.જે ડોકટરના માર્ગદર્શનમાં લઈ શકાય સામાન્ય રીતે ૬૦% સ્ત્રીઓમાં આ રોગ જોવા મળે છે. જીવનભર મેડીસીન લેવાથી સામાન્ય જીવન જીવી શકાય છે.ખાસ કરીને પ્રેગ્નેન્સી દરમ્યાન ખાસ કાળજી લઈ સમયસર નિદાન અને સારવાર લેવાથી બાળક અને માતાનું સ્વાસ્થ્ય સરસ રહે છે.

હાઈપરથાઈરોડીસ્મ અને થાઈરોઈડ કેન્સર અને ગોઈટર: થાઈરોઈડ ગ્રંથી ઓવર એકટીવ હોવાથી દર્દીને ધબકારા વધવા, વજન ઘટવું, ભુખ વધવી, ખૂબ પરદેવો, વળવો, વારંવાર ઝાડા થવા, ગરમી સહન ન થવી, ચીડીયાપણું, હાથમાં ધ્રુજારી આવવી, સ્નાયુઓની નબળાઈ આંખો પહોળી થવી વિગેરે લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો સાથે લેબોરેટરી ટેસ્ટથી નિદાન શકય છે.

થાઈરોઈડ થવાના કારણો: જન્મજાત થાઈરોઈડગ્રંથી ન હોવી જન્મજાત થાઈરોઈડ હોર્મોનની ખામી થાઈરોઈડાયટીસ આંકડાકીય માહિતીને ધ્યાનમાં લઈએ તો એક નવાઈની વાત જાણવા મળે છે કે ઓછામાં ઓછા ૬૦% લોકોને તેમને થાઈરોઈડ અંગેની તકલીફ છે એવો અંદાજો પણ નથી હોતો અને તેમાં પણ સ્ત્રીઓમાં થાઈરોઈડને લગતા રોગોનું પ્રમાણ પુરૂષો કરતા ૬ થી ૮ ગણુ વધુ જોવા મળે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.