Abtak Media Google News

કોરોના કુદકેને ભુસકે વધ્યો!!

ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ ૬૩ હજાર ટેસ્ટ થયા: ૧૧૪૫ નવા કેસ: ૧૭ના મોત

સમગ્ર વિશ્વમાં હચમચાવતા કોરોના મહામારી કુદકે અને ભુસકે વધ્યો છે. ત્યારે ભારતમાં એક જ દિવસમાં ૭૦ હજારથી વધુ કેસ નોંધાતા દેશમાં કોરોના પોઝિટીવ કેસની કુલ સંખ્યા ૨૮ લાખને પાર થયો છે. જ્યારે ગુજરાત ગઇકાલે સૌથી વધુ ટેસ્ટીંગ થયા હતા જેમાં ૧૧૪૫ નવા કેસ નોંધાયા છે. અને ૧૭ કોરોના પોઝિટીવ દર્દીના મોત થયા છે. દેશમાં કોરોના પોઝિટીવના સાત લાખથી વધુ સક્રીય દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોરોના પોઝિટીવ દર્દીઓની સારવારના અંતે સાજા થવાની સંખ્યામાં પણ વધારો થતા ૭૯ ટકા રિકવરી રેટ નોંધાયો છે.

દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૧૩ હજાર કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા છે. મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં પણ કોરોના પોઝિટીવ દર્દીઓના મોત નીપજ્યા છે. એક જ દિવસમાં ૧૨૬ કોરોના પોઝિટીવ દર્દીના મોત નીપજ્યા છે. ત્યાર બાદ તમિલનાડુમાં ૧૧૬ દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે કેરળમાં ૨૩૩૩, ઉત્તર પ્રદેશમાં ૩૧૫૦, પંજાબમાં ૧૬૯૩, હરિયાણામં ૯૯૪, છતિશગઢમાં ૭૫૯, જમ્બુ-કાશ્મીરમાં ૬૦૮ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ગઇકાલે સૌથી વધુ કોરોનાના લક્ષણ ધરાવતા ૬૩ હજારથી વધુના ટેસ્ટીંગ થયા હતા. જેમાં ૧૧૪૫ પોઝિટવ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કુલ ૧૭ દર્દીના મોત નીપજ્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવના કુલ કેસની સંખ્યા ૮૨,૦૮૭ પર પહોચ્યો છે. જેમાં હાલ ૧૪,૪૧૮ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. અને ૬૪,૮૩૦ જેટલા દર્દીઓએ કોરોનાને મહાત આપતા રાજયનો રિકવરી રેટ ૭૯ ટકા નોંધાયો છે. જ્યારે ૨૮૩૯ દર્દીઓએ કોરોનાની સારવારમાં દમ તોડતા ૩.૪ ટકા ડેથ રેસીયો નોંધાયો છે.

છેલ્લા પાંચ માસ પહેલાં રાજયમાં સૌ પ્રથમ કોરોનાનો પોઝિટીવ કેસ રાજકોટમાં નોંધાયો હતો. ત્યાર બાદ તંત્ર દ્વારા ૧૦ લાખ લોકોએ ૯૭૦ ટેસ્ટ કરવામાં આવતો હતો પરંતુ સુપર સ્પ્રેડર એક્ટિવ થતા કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા તંત્ર દ્વારા ગઇકાલે છેલ્લા પાંચ માસમાં સૌથી વધુ ૬૩ હજાર જેટલા ટેસ્ટ એક જ દિવસમાં કરવ્માં આવ્યા છે. રાજયમાં હાલ ૫.૧૫ લાખ લોકો કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ને ૭૭૭ લોકો ફેસેલિટી કોરન્ટાઇન સારવાર લઇ રહ્યા છે.

કોરોના સામાન્ય તાવ-શરદીથી કેવી રીતે અલગ પડે?

કોરોના પોઝિટીવના દર્દી અને સામાન્ય તાવ-શરદીના લક્ષણનો પ્રથમ તબ્બકે સરખા જ હોય છે. પરંતુ કોરોના ગ્રસ્ત દર્દી અંગે યુકેમાં યુનિર્વસિટી ઓફ ઇસ્ટ એંગ્લિઆના સંશોધનકારોએ એક અભ્યાસમાં તારણ કાઢયું છે કે, ગંધ અને સ્વાદના પરિક્ષણ દ્વારા કોરોના દર્દીની ઝડપથી ભાળ મેળવી શકાય છે. આ વાયરસના લક્ષણો મગજ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ચેપ લગાડી શકે છે. યુએઇના નોર્વિચ મેડિકલ સ્કુલના પ્રોફેસર લીડ દ્વારા કરાયેલા સંશોધનમાં કોરોના ગ્રસ્ત દર્દી ગંધ અને સ્વાદ ગુમાવતા હોવાથી તે સામાન્ય તાવ અને શરદીથી અલગ પડે છે. સામાન્ય તાવ અને શરદીના દર્દીની ગંધ અને સ્વાદ પારખવાની શક્તિને કોઇ અસર થતી નથી જ્યારે કોરોના પોઝિટીવ દર્દી સ્મેલ અને સ્વાદનો ટેસ્ટ જાણી શકતા નથી તેવું તારણ કાર્લ ફિલપોટ રજુ કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.