Abtak Media Google News

આધુનિક ફર્નિચરની રેન્જ સાથે પરવળે તેવી કિંમતોમાં ભારતમાં વર્લ્ડ કલાસ ખરીદીનો અનુભવ કરાવશે આઇકીયા

હોમ ફર્નિશીંગમાં ભારતમાં ડંકો વગાડવા સ્વિડીશ કંપની તૈયાર

 

હોમ ફર્નીસીંગ બીઝનેસમાં નવી સુવિધા અને ગુણવતા ધરાવતા પ્રોડકટ સાથે ભારતમાં પ્રથમ દિવસે જ સ્વિડીશ કંપની આઇકીયાને લોકોનો બહોળી પ્રતિસાદ મળ્યો છે. વિશ્વને ફર્નીચરના અદભુત નમુના પ્રસ્તુત કરતા હૈદરાબાદના મોલમાં ઓપનીંગમાં જ ૩૦ હજારથી વધુ ગ્રાહકોનો ધસારો રહ્યો હતો.

આઇકીયાએ ૪ લાખ સ્કવેર ફુટની સુવિધામાં ગ્રાહકોને આવકાર્યા હતા. અને સંગીતની ઘ્વની સાથે ભારત અને સ્વીડનના ઘ્વજ ફરકાવાયા હતા. આ સ્ટોરનું ઉદધાટન ટેલંગાણાનાં ઉઘોગ મંત્રી કે.ટી. રામા રાઉના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વિડીશ કંપની હોમ ફર્નીશીંગ માટે વિશ્વની સૌથી વિશાળ રીટેઇલીંગ બ્રાન્ડ છે જેને ૨૦૧૩માં  ભારત માટે રૂ ૧૧ હજાર કરોડના રોકાણની મંજુરી આપવામાં આવી હતી.

આઇકીયાની નવીસ્ટોર હવે નવી મુંબઇમાં ખુલશે આ કંપની વિલીંગ ‚મથી ડાઇનીંગ, ચિલ્ડરન રૂમથી લઇને વર્કપ્લેસ, કિચન, બેડરુમ, બાથરૂમ, ડિસ્પ્લેરૂમ તેમજ સંપૂર્ણ ઘર, ઓફીસ માટે અવનવા ફર્નીચર આઇડીયા અને પ્રેરણા સાથે સમાધાન લઇને આવી છે જે આ પૂર્વ ભારતમાં જોવા મળ્યું નથી.

કંપની પાસે ફનીચર પ્રોડકટની વિશાળ રેન્જ છે. તેમનો દાવો છે કે તેઓ ભારતીય ઘરોને વધુ સારા બનાવશે. ફર્નીચરની સાથે સાથે આઇકીયા હોમ કિચન, ઘરવખરી, ટેકસટાઇલ, લાઇટનીંગ ડેકોરેશન અને લાઇવ પ્લાન્ટ જેવી વેરાઇટી લઇને આવે છે જે ભારતમાં વિશ્વકક્ષાની ખરીદીનો અનુભવ કરાવશે.

આઇકીયાએ તેના સ્ટોર ૧૦ ફુટબોલ  ૪ ગ્રાઉન્ડ જેટલા વિશાળ બનાવ્યા છે. હાઇટેક સીટીન હ્રદયમાં વસતા પોશ વિસ્તારમાં હોમ ફર્નીશીંગ સ્ટોર નજરે પડશે. ભારતીય ગ્રાહકો માટે મહત્વની વાત એ છે કે વેરાઇટી અને ગુણવતાની સાથે આઇકીયા પરવળે તેવી કિંમતોમાં તેના પ્રોડકટ લાવી રહ્યું છે.

આઇકીયાના અધિકારીઓ જણાવ્યું હતું કે ૭,૫૦૦ પ્રોડકટમાંથી ૧ હજાર વસ્તુઓના ભાવ ખુબ જ ઓછા રાખવામાં આવ્યા છે. માટે તેઓ દરેકના ઘર માટે કંઇક લાવે છે. અમને લાગે છે કે ભારતીય લોકો તેમના ઘરોને ખુબ જ પ્રેમ કરે છે. અને ઘરમાં જ તહેવારોની ઉજવણી કરે છે. માટે અમે તેમના રોજીંદા જીવનને ખુબસુરત બનાવવા માંગીએ છીએ.

આઇકીયા વિશ્વરભરમાં ૪૯ દેશોમાં પોતાના સ્ટોર્સ ધરાવે છે. તેઓ સામાન્ય જરુરીયાત જેમ કે મસાલા બોકસ, પ્રેસર કુકર, જેવી નાની મોટી અકરી ઠકરીમાં પણ આધુનિક ડીઝાઇન ધરાવે છે. આઇકીયાના આગમથી ભારત ફર્નીચરનું નવું વીઝન જોઇ શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.