Abtak Media Google News

જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ: કારેલા તાલુકાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર જીલ્લા મા ગત વર્ષે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક તાલુકાઓ મા પશુ ઓ ને માલધારી દવારા સાચવવા મુશ્કેલ બની ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા વરસાદ ઓછો હોવા નાં કારણે સુરેન્દ્રનગર જીલ્લા મા લીલો અને સુક્કો ચારા ના ભાવ ખૂબ આસમાને પહોંચી ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાત થી વધુ ગામો ને અસર ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે છતાં હજુ સુધી કોઈ પણ પ્રકાર નો લાભ માલધારીઓ ને મળ્યો નથી.

ત્યારે હાલ મા ગાયો અને ભેંસો પોતાનું પેટ નો ખાડો પૂરવા માટે વગડા અને ગવચર જમીન નો સહારો મેળવી રહા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સરા મા ગઈ કાલે એક ગાય કૂવા મા ખાબકી હતી ત્યારે જીવદયા પ્રેમીઓ દવારા તેને બચાવી લેવા મા આવી હતી .ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકાના કરેલા ગામે ગાવચર જમીન ઉપર ગોવાળ ગામ ની સીમ મા ભઠ્ઠા વળી જમીન ઉપર ગાયો ચારી રહી હતી ત્યારે અચાનક કોઈ કારણો સાર ૩૦ થી વધુ ગાયો ના મોત નીપજ્યા હતા.

લખતર ના કારેલા ગામે સીમમાં ગામ ગોવાળ ગામની સિમ માં ગામની ગાયો ચરાવવા લઈ ગયેલ ત્યારે ભાઠા વાળા ખેતર માં ગાયો ચરી રહી હતી ત્યારે ગાયો ના ખોરાક મા કાંઈક આવી જતા ગાયોને મીણો ચડી જતા આશરે ૩૦ થી વધારે ગાયો ના મોત થઈ ગયા હતા ત્યારે આ વાત ની જાણ સુરેન્દ્રનગર કલેકટર સુધી પહોંચી જતા લખતર નાયબ મામલતદાર ટીડીઓ અને વેટનરી ડોકટર સહિત નો સરકારી સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયેલ છે જયારે આ બનાવ બપોર બાદ થવા પામેલ છે આ ધટના મા  ગાયો ના મોત શા માટે થયા અને કેમ થયા તે અંગે લોકો મા વિવીધ ચચેા એ જોર પકડેલ છે સાચુ કારણ પી.એમ રિપોટ આવી જાય પછી ખબર પડે ગામ મા ૩૦ ગાયો ના મોત થી માલધારી ઓ મા રોષ ફેલાયો છે

એક બાજુ  અછત ના લીધે પશુ ઓ ને પુરતો ધાસચારો મલતો નથી અને બિજી બાજુ પશુ ઓ  સિમ મા જે કાઇ મલે તે ખાઈ  લે છે અને  અચાનક પશુ ઓ ના મોત થવા પામતા નાના ગામ મા માલધારી ઓ મા રોસ ફેલાયો છે માલધારી ઓ ની રોજગારી આ પશુ ઓ પર છે તંત્ર આ બનાવ ની સાચી તપાસ કરી માલધારિઓ ને કોઇ રાહત મલે તેવી લોક માંગ ઉઠી  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.