Abtak Media Google News

શહેરની કંપનીઓએ ૫૦થી વધુ મશીનો પ્રદર્શિત કર્યા

મશીન ટૂલ્સ મેન્યુ.ેકચરર્સ ઓસોસિયેશન-રાજકોટ અને નેસકો લિમિટેડ મુંબઇ દ્વારા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે મશીન ટૂલ્સ મેન્યુફેકયરિંગ એન્ડ ટેકનોલોજી એકસપો આયોજન હાથ ધરાયું હતું. ઉદ્યોગકારો માટે મુંબઇ ખાતે પોતાનું જ એક્ઝિબિશન થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે મુંબઇની પ્રખ્યાત નેસકો લિમિટેડ સાથે લીડ પાર્ટનર તરીકે રહીને રાજકોટની મશીન ટૂલ્સ મેન્યુફેકચરર્સ એસોશીએશન સંસ્થા દ્વારા આ મશીન ટૂલ્સ એક્ઝિબિશન કરવાનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં સૌરાષ્ટ્રમાંથી તેમજ પુરા ભારતભરમાંથી દોઢસોથી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. છેલ્લા લગભગ ૨૦ વર્ષ બાદ મુંબઇ ખાતે મશીન ટૂલ્સનું આ પ્રદર્શન હાથ ધરાયુ હતું. આ તકે ઉદ્ધાટન સમારોહમાં ગોપલ કાબરા (પ્રેસિડેન્ડ-આર આર ગલોબલ), સુહાસ બેલાપુરકર (ડિરેકટર સંજય ટૂલ્સ એન્ડ એડહેસીવ), શેખર ડોગેર (સી.ઇ.ઓ. દિવ્ય મિડીયા પાબ્લિકેશન પ્રા.લી), તેજસ દુદકીયા (સેક્રેટરી મશીન ટૂલ્સ મેન્યુફેકચરર્સ એસોશીએશન, રાજકોટ)ના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવુ હતું.

રાજકોટની ૧૫થી વધુ કંપનીઓએ ભાગ લીધેલ હતો અને અંદાજે ૫૦થી વધુ વિવિધ પ્રકારના મશીનો પ્રદર્શિત કર્યા હતા.

6.Saturday 1 2

કોરોના વાઇરસની ભીતિ હોવા છતાં લગભગ દરેક પ્રદર્શનકારોને સારો પ્રતિસાદ મળેલ. મુંબઇ સિવાય આખા મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્લી, કોલકતા, કેરળ, જેવા રાજ્યોમાંથી મુલાકાતિઓ આવ્યા અને ઉદ્યોગકારોને પોતાના સ્ટોલ પર જ ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો, જેના અનુસંધાને મોટા ભાગના પ્રદર્શનકર્તાઓએ ભવિષ્યમાં ૨૦૨૨માં થનારા એમ.એમ.ટી.એડસપોમાં ફરીથી આવવાની તૈયારી બતાવી અને આ એકસ્પોનું હજુ મોટાપાયે આયોજન થાય તેવી રજુઆત કરી હતી.

સરકારી એકમોમાંથી પણ બહોળી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા. યોજાયેલ વિવિધ સેમિનારોમાં પણ નવી ટેકનોલોજીની જાણકારી મળી હતી. પ્રદર્શનને સફળ બનાવવા નેસકો લિમિટેડ મુંબઇના પ્રશાંત બહલ અને મશીન ટૂલ્સ મેન્યુફેકચરર્સ એસોસીએશન રાજકોટના પ્રમુખ યોગીન છનિયારા, હરેશ પટેલ, તેજસ દુદકીયા, દેવલ ધોરેયા, કનકસિંહ ગોહેલ સાથે કારોબારી સભ્યો સચિન નગેવાડિયા, કરણ પરમાર, કેતન ગજેરા, રાજુ ડોડીયા, બિપીન સિદ્ધપુરા, અશ્ર્વિન કવા, બ્રિજેશ સાપરિયા, પિયુષ ડોડીયા, ધનશ્યામ પરમારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.