Abtak Media Google News

વિશ્વભરમાં કોરોનાથી મૃત્યુઆંક ૨૦,૦૦૦ને પાર

દાયકાઓ પહેલા નાસ્ત્રેદમસે કરેલી આગાહી સાચી ઠરે તેવી દહેશત: વિશ્વભરમાં કોરોનાની મહામારીના શિકારમાં સતત વધારો

કોરોના વાયરસે ચીન અને ઈટલીમાં મચાવેલી તબાહીના કારણે સમગ્ર વિશ્વ હતપ્રભ થઈ ગયું છે. ચીનમાં ૫૦૦૦થી વધુના મોત કોરોનાના કારણે નિપજયા હોવાનું સત્તાવાર આંકડા કરી રહ્યાં છે. ચીનમાં કોરોના વાયરસ કાબુમાં આવી ચૂકયો હોય તેવું જણાય છે પરંતુ ઈટલીમાં કોરોના વાયરસના કારણે થઈ રહેલા મોતની સંખ્યા સતત વધી રહી છે. ઈટલીમાં સર્જાયેલી તારાજી દાયકાઓ પહેલા નાસ્ત્રેદમસે કરેલી આગાહી જેવી છે. ફ્રાન્સના ભવિષ્ય વેતા માઈકલ ધી નાસ્ત્રેદમસે દાયકાઓ પહેલા ૨૦૨૦ માટે ભવિષ્યવાણી કરી હતી. જેમાં વિનાશના સંકેતો આપ્યા હતા. સાત પર્વતોના દેશમાં મોટાપાયે જાનહાની થશે તેવી ભવિષ્યવાણી તેમણે કરી હતી.

નાસ્ત્રેદમસેની ભવિષ્યવાણી અનુસાર ૨૦૨૦માં મોટાપાયે આર્થિક સંકટ ઉભુ થશે. બે દેશો વચ્ચેની ખાઈ વધુ પહોળી થશે, અણબનાવ વધશે. તેમની ભવિષ્યવાણી મુજબ વર્તમાન સમયે સંજોગો જોવા મળી રહ્યાં છે. ઈટલી અને ફ્રાન્સ જેવા દેશોમાં અનેક લોકોના મોત નિપજી ચૂકયા છે. કેટલાક સ્થળોએ સરકાર સામે રોષ પણ સોવા મળે છે. ૨૦૨૦માં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી વધુના મોત નિપજી ચૂકયા છે. હજી કોરોના વાયરસને અટકાવવામાં નહીં આવે તો નાસ્ત્રેદમસેની આગાહી મુજબ લાખો લોકોના મોત પણ નિપજી શકે છે. વિવિધ દેશોમાં સરકાર સામે પ્રદર્શન પણ થઈ શકે છે. વર્તમાન સમયમાં નાસ્ત્રેદમસેની આગાહી સાચી હોવાનું ફલીત થાય છે. આગામી સમયમાં પણ જો આગાહી મુજબ કોઈ ઘટના બનશે તો આ આગાહી વધુ ચોક્કસ હશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

નોંધનીય છે કે, વિશ્ર્વભરમાં અત્યાર સુધીમાં ૪,૪૭,૦૦૦ જેટલા કેસ પોઝીટીવ જોવા મળી રહ્યાં છે. આ કેસની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ૨૦,૦૦૦ લોકોના તો મોત પ્રારંભમાં જ થઈ ચૂકયા છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા કોરોનાના ખૌફને લઈ વારંવાર અમેરિકા, યુરોપ, ચીન અને ભારત સહિતના દેશોને ચેતવી ચૂકી છે. પરંતુ હજુ સુધી આ ગંભીરતા મુજબ સરકારે કામ ન કર્યું હોવાનું જણાય આવે છે જેના પરિણામે ચીન અને ઈટલીમાં લાખો લોકો પર મોત જળુંબી રહ્યું છે.

ગઈકાલે ઈટલીમાં ૬૮૩ લોકોના મોત કોરોના વાયરસના કારણે નિપજયા હતા. પરિણામે આંકડો ૭૫૦૩ નજીક પહોંચી ગયો છે. દરરોજ મોતની સંખ્યા વધી રહી હોવાથી સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. ઈટલીમાં અત્યાર સુધીમાં ૭૪૮૦૦ લોકોને કોરોના પોઝીટીવ આવી ચૂકયો છે. પરિણામે આગામી સમયમાં મોતની સંખ્યા સતત વધે તેવી પણ ધારણા સેવાઈ રહી છે.

કોરોનાના કહેર વચ્ચે કેટલાક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ઈટલીમાં લોકોની રીકવરીનું પ્રમાણ વધુ રહ્યું છે. ગઈકાલે ૯૩૬૨ લોકો કોરોનામાંથી રિકવર થયા હતા. આ આંકડો મૃત્યુઆંક કરતા ઘણો વધુ છે. જેથી આગામી સમયમાં મૃત્યુઆંકને રોકી શકાશે તેવું માનવામાં આવે છે. અલબત જે રીતે નાસ્ત્રેદમસે આગાહી કરી હતી તે રીતે મહામારી સ્વરૂપ ધારણ કરશે તો ઈટલીની જેમ અન્ય દેશોમાં પણ ભારે તારાજી સર્જાશે. ઈટલી વર્તમાન સમયે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. હજુ કેસની સંખ્યા વધશે.

ભારતમાં પણ કોરોના વાયરસનો ખૌફ છે. હાલ ભારતમાં પોઝીટીવ કેસની સંખ્યા સંતુલીત છે પરંતુ આગામી સમયમાં વધુ સંક્રમણના કેસ સામે આવે તેવી દહેશત છે. વિશ્ર્વમાં અત્યાર સુધીમાં ૧૮૨ દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ચૂકયો છે. ૪.૪૭ લાખ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે. કોરોના વાયરસમાં મોટાલીટી રેટ ખુબજ વધુ હોવાથી લગભગ સમગ્ર દેશની સરકાર ફફડી ગઈ છે. આવા સંજોગોમાં ભારત જેવા દેશ માટે પણ કોરોનાને લઈ ખુબજ સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.