Abtak Media Google News

કુલ ૧૨ શિબિરોમાં ડાયાબિટિસ થતું અટકાવવા, બિમારી અંગે લોકોમાં જાગૃતતા ફેલાવાઈ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.) દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના ૦૮ ગામોમાં ૧૨ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ સિનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી ધનરાજ નવાણીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલા આ શિબિરોમાં ૨૦૦૦ી વધુ ગ્રામજનોને ડાયાબિટીસની તપાસ હેઠળ આવરી લેવાયા હતા, તેમજ નિ:શુલ્ક દવા વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોમાં ડાયાબિટીસ પ્રત્યે જાગરૂકતા ફેલાય તે હેતુી તેમને આ રોગ, તેના લક્ષણો અને તેમાંથી બચવાના ઉપાયો વિષે સમજ આપવામાં આવી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સામાજિક ઉત્તરદાયિત્વ (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી  સી.એસ.આર.) પ્રવૃત્તિઓ અંતર્ગત યોજવામાં આવેલા આ નિદાન શિબિરો પ્રામિક આરોગ્ય કેન્દ્ર વસઇ, મોટી ખાવડી, પ્રામિક આરોગ્ય કેન્દ્ર પડાણા, પડાણા ગામ , સિક્કા, સામુહિક આરોગ્ય કેન્દ્ર સિક્કા,  નાની ખાવડી, મેઘપર, નવાણીયા, ગાગવાધારઅને ગાગવામાં યોજવામાં આવ્યા હતા.

આ શિબિરોમાં ગ્રામજનોનું રેન્ડમ બ્લડ સુગર (આર.બી.એસ.) માપીને તેમને સ્ળ પર જ તેમના રિપોર્ટ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દર અઠવાડિએ તેમના ગામમાં જતી મેડિકલ વાન દ્વારા અગાઉ જેમને ડાયાબિટીસનું નિદાન યું હોય તેમનું ફોલોઅપ કરવામાં આવેછે અને નિ:શુલ્ક દવાઓ આપવામા આવે છે. જેમના રિપોર્ટ પ્રમ વખત જ પોઝીટીવ આવ્યા હતા.

તેમને ડોકટર અને મેડિકલ ટીમ દ્વારા ડાયાબિટીસ અંગે કાઉન્સેલિંગ કરીને જાણકારી આપવામાં આવી હતી, તેમજ ડાયાબિટીસી બચવાના ઉપાયો અને જીવનશૈલીમાં કરવાના ફેરફારો અંગે પણ સમજ આપવામાં આવી હતી. કમ્યુનિટી મેડિકલ સેન્ટર, મોટીખાવડીમાં નિયમિત રીતે ડાયાબિટિસની નિ:શુલ્ક સારવાર આપવામા આવે છે.

ગત વર્ષે પણ ૧૯૩૦ જેટલા લોકોએ બ્લડ શુગર નિદાન કાર્યક્રમનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રિલાયન્સની મેડિકલ ટીમ ઉપરાંત,રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનોનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.