Abtak Media Google News

આશા વર્કરોના વિવિધ પ્રશ્ર્ને ગુજરાત આશા એન્ડ હેલ્ વર્કસ યુનિયન દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. ૨૦૦થી વધુ આશા વર્કરોએ જિલ્લા કલેકટર કચેરીએ ધામા નાખીને સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

આવેદનમાં જણાવાયું હતું કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ આશા વર્કરો તા ફેસીલીએટર બહેનોએ રૂા.૧૦૦૦૦ ફીકસ પગાર જાહેર કરેલ છે તે પેટર્ન ઉપર ગુજરાતમાં આશા વર્કરો અને ફેસીલીએટરોને રૂા.૧૦૦૦૦ના ફીકસ પગારી કામે રાખવામાં આવે. આશા વર્કરોના નવા ચૂકવણાના ધોરણમાં દરેક શનિવારની મિટીંગ ભથ્થાના ચુકવણામાં ઘટાડો કરાયેલ છે. સ્લાઈડો તૈયાર કરવાનું બંધ કરાયેલ છે. તેથી વળતરમાં ઘટાડો યેલ છે તે તાકીદે સુધારવો. ૨૦૧૮ના ઓકટોમ્બરી જ કેન્દ્ર સરકાર રૂા.૬૦૦૦ મળતા હતા અને રાજ્ય તરફી ફેબ્રુ. બજેટમાં હાલમાં મળતા વેતનમાં ૧લી એપ્રીલી રૂા.૨૦૦૦ વધારો જાહેર કરેલ હતો તે મુજબ આજરોજ સુધી રૂા.૨૦૦૦નો વધારો ચૂકવવામાં આવેલ ની અને માત્ર જૂના રૂા.૬૦૦૦ જ ચુકવાય છે તેમજ ૧લી એપ્રીલી આ રૂા.૨૦૦૦ના વધારાનો તફાવત પણ ચૂકવેલ ની. ફેસીલીએટરોને બે ડ્રેસ તુરંત જ મળે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.