Abtak Media Google News

જામનગરમાં પણ કોરોના બેકાબુ બનતા ૧૦૧ પોઝિટિવ કેસ, અમરેલીમાં ૨૮, જૂનાગઢ ૨૫, મોરબી ૨૩, પોરબંદર ૧૫ કોરોનાગ્રસ્ત કેસ

રાજકોટમાં કોરોના વિફર્યો હોય તેમ એક દિવસમાં વધુ ૧૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જમનગરમાં પણ કોરોના બેકાબુ બનતા ૧૦૧ પોઝિટિવ કેસ, અમરેલીમાં ૨૮, જૂનાગઢ ૨૫, મોરબી ૨૩, પોરબંદર ૧૫ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ કોરોના માં ૪૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં કોરોનામાં વધુ ૮૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૨ મળી કુલ ૧૧૬ કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે શહેરમાં ૮ અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૭ દર્દીઓના મોત નિપજ્યા છે. જામનગર જિલ્લામાં પણ હવે રાજકોટ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોરોના વિફર્યો હોય તેમ એક દિવસમાં વધુ ૧૦૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિફર્યો હોય તેમ જિલ્લાની પરિસ્થિતિ બેકાબુ બની છે. અન્ય જિલ્લામાં જૂનાગઢ શહેરમાં ૧૪ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે .જ્યારે વધુ ૪૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અમરેલી જિલ્લામાં પણ શહેર વિસ્તારમાં ૧૭ અને જિલ્લામાં ૧૧ મળી કુલ ૨૮ કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૯૫ પર પહોંચી છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. એક દિવસમાં વધુ ૧૫ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જ્યારે મોરબીમાં ૧૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭ મળી કુલ ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. દવાવભૂમિ દ્વારકામાં વધુ ૧૦ અને ગીર સોમનાથમાં વધુ ૧૪ કોરોનાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટના ‘પ્રથમ’ નાગરિક મેયર બિનાબેન આચાર્ય કોરોના સંક્રમિત

રાજકોટના રાજકીય પક્ષમાં કોરોના ફફડાટ મચાવી રહ્યો છે ત્યારે પતિ બાદ હવે રાજકોટના પ્રથમ નાગરિક મેયર બિનાબેન આચાર્ય પણ કલરોનાની ઝપટે ચડ્યા છે. મેયરના પતિ સીઆર પાટીલના સ્વાગત  કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ તેઓને કોરોના સંક્રમણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ રાજકોટ પ્રથમ નાગરિક મેયર બિનાબેન આચાર્ય પણ કોરોના સંક્રમિત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી સૌપ્રથમ કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક પછી એક રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ કોરોના પોઝિટિવ નોંધાતા રાજકીય પક્ષમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય બાદ સાંસદ અભય ભારદ્વાજ તથા તેમના પરિવારજનો અને ઓફિસે કામ કરતા ૮ એડવોકેટ પણ કોરોના સંક્રમિત આવ્યા છે. ગઈ કાલે પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા પણ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. અને આજ રોજ મેયર બિનાબેન આચાર્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.