Abtak Media Google News

છેલ્લા ચાર દિવસથી હળવદમાં પરિવારો સાથે અટવાયેલા શ્રમિકોએ ભૂખ-તરસ વેઠી રહ્યાંની વ્યથા વર્ણવી

વતનની વાટે જવા માટે છેલ્લા કેટલાક દિવસોથી શ્રમિકો પ્રાઇવેટ વાહનો અને ટ્રેનમાં જઈ રહ્યા છે પરંતુ આની વચ્ચે મોરબીથી યુપી જવા માટે ૧૫૦થી વધુ શ્રમિકો પગપાળા ચાર દિવસ પહેલા હળવદ પહોંચ્યા હતા. જો કે અહીંથી પણ યુપી જવા માટેની પ્રાઇવેટ વાહનોને તંત્ર દ્વારા મંજૂરી નહીં મળતા આ તમામ શ્રમિકો અહીં ફસાયા છે. અને જણાવી રહ્યા છે કે અમારી પાસે મેડિકલ સર્ટિફિકેટ છે અમે રેલવેમાં ટીકીટ પણ બૂક કરાવી હતી ભાડું પણ ચૂકવી દીધું હતું પરંતુ અમને તે રૂપિયા પરત આપી દેવામાં આવ્યા છે.

ખાસ કરીને રાજ્યભરમાંથી પરપ્રાંતીઓ પોતાના વતન જવા માટે પ્રાઈવેટ વાહનો ટ્રેન મારફતે તેમજ સાયકલો લઈ નીકળી પડ્યા છે. ત્યારે મોરબી જીલ્લામાં પણ સિરામિક ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો આવેલ હોય. જેને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીય અહિ રહેતા હતા પરંતુ લોકડાઉનના ત્રીજા તબક્કામાં પરપ્રાંતીઓ પોતાના વતન જવા માટે સરકાર પાસે ગુહાર લગાવી બેઠા હતા. જો કે રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિયોને મેડીકલ સર્ટીફીકેટ મેળવી ટ્રેન અને પ્રાઈવેટ વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામની વચ્ચે મોરબીથી ૧૫૦ થી વધુ શ્રમિકો પોતાના બાળકો સાથે હળવદ સુધી પગપાળા ચાર દિવસ પહેલા ચાલીને આવ્યા છે. જેઓ યુપી જવા માટે નીકળ્યા હતા પરંતુ હળવદ પહોંચતા પ્રાઇવેટ વાહનો ના પણ પાસ નહિ નીકળતા તમામ શ્રમિકો હળવદમાં અટવાયેલા છે. જેથી, રાજ્ય સરકાર દ્વારા શ્રમીકોની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠવા પામી છે.

મોરબીથી ૧૫૦ થી વધુ શ્રમિકો પગપાળા ચાલી હળવદ પહોંચ્યા બાદ અહીં વાહનની કે અન્ય કોઈ વતન જવાની સગવડો ન મળતા ફસાય ગયા છે. હળવદમાં છેલ્લા ચાર ફિવસથી આ શ્રમિકોને ખાવા પીવાની કોઈ વ્યવસ્થા ન થતી ન હોવાથી તેઓ કફોડી હાલતમાં મુકાય ગયા છે. અને મેડિકલ સર્ટિફિકેટ લેવા લાઈનમાં ઉભા હતા હવે વતન જવા લાઈનમાં ઉભુ રહેવું પડે છે. તેમ જણાવીને તંત્ર યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.