Abtak Media Google News

રાજકોટ સાયકલકલબ અને રનસે દ્વારા આયોજીત

રાજકોટ સાયકલ કલબ અને રાજકોટ રનર્સ દ્વારા ડયુએથલોન ૨૦૧૮નું આયોજન ગત તા.૧૬ ડિસેમ્બરના રોજ કરવામાં આવેલ હતુ રાજકોટ મહાનગરપાલીકા,સુરક્ષા સેતુ સોસાયટી રોટરી મીડટાઉન લાઈબ્રેરીનો સહયોગ મળ્યો હતો.

ડયુએથલોન ૨૦૧૮માં ૧૮ થી ૪૫ વર્ષઅને ૪૫ વર્ષથી ઉપરના સ્ત્રી અને પુરૂષો અલગ અલ કેટેગરીમાં ૧૪૦ થી વધુ લોકોએ ૭ કિમી રનીંગઅને ૨૧ કિમી સાયકલીંગ કરી ડયુએથલોન ૨૦૧૮ શ‚આત અર્જુન પાર્ટી પ્લોટ નવા રીંગરોડ પરથી સવારે ૬.૧૫ કલાકે ફલેગ ઓફ રાજકોટ મહાનગરપાલીકાના ડે.કમિશ્નર નંદાણીએ કર્યું હતુ ડે. કમિશ્નર નંદાણીએપણ બધા સાથે ૭ કીમી રનીંગ અને ૨૧ કીમી સાયકલીંગ કરી બધા સ્પર્ધકોના ઉત્સાહમાં વધારોકર્યો હતો.

દરેક સ્પર્ધકે ટાઈમ લીમીટમાંસ્પર્ધા પૂર્ણ કરી હતી જેમાં દરેક સ્પર્ધકને મેડલ આપવામાં આવેલ ૧૮ થી ૪૫ અને ૪૫ વર્ષથીઉપરના સ્ત્રી અને પુરૂષ કેટેગરી મુજબ પુરૂષોમાં ૧૮ થી ૪૫ વષૅમાં પ્રથમ સંજય વડોયા,બીજા ક્રમે રોર્જર ત્રીજા ક્રમે હર્ષ પારેખ, પુરૂષોમાં પ્રથમ ક્રમે ડા. દેવેન્દ્ર રાખોલીયા, બીજા ક્રમે મીલનભાઈ પુરોહિત અને ત્રીજા ક્રમે કમલેશ હડવાની આવેલ સીનીયર સીટીઝનમાંપ્રથમ મહેન્દ્રભાઈ સુરેલીયા, બીજા ક્રમે કિશોરભાઈ વડગામા અનેત્રીજા ક્રમે ડો. ચંદ્રવદન અજમેરા આવેલ મહિલામાં ૧૮ થી ૪૫ વર્ષમાં અલ્પાબા ગોહેલ, બીજા ક્રમે ડો. પ્રિયકા ઉધરેજા અને ત્રીજા ક્રમે ડો. ખુશ્બૂ ડોડીયા આવેલ મહિલામાં ૪૫વર્ષથી વધુમાં પ્રથમ દિપ્તીબેન મહેતા, બીજા ક્રમે માલાબેન ગોકાનીઅને ત્રીજા ક્રમે ડો. સોનલ વિરાણી વિજેતા થયેલ દરેક વિજેતાઓને રાજકોટ મહાનગરપાલીકાના કમિશ્નર બંછાનીધી પાની દ્વારા ઈનામો આપવામા આવ્યા હતા.આ તકે કમિશ્નરે જણાવેલ કે રાજકોટમાં આવી રીતે સ્પોટ ઈવેન્ટ થતી રહેવી જોઈએ. સાથે જાહેર કરેલ કે સાયકલોફન ૨૦૧૯ તા.૧૩ જાન્યુ.ના રોજ થશે.

ડયુએથલોન ૨૦૧૮ દરમ્યાન રાજકોટ શહેર પોલીસ, રાજકોટ ‚રલ પોલીસના કર્મચારીઓ એ બહુ જ સારી સેવા આપી તેમજ સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કરતા રહેલ આ તકે રાજકોટ સાયકલ કલબ રાજકોટ રર્નસ તેમજરોટરી, મીડટાઉન લાઈબ્રેરી રાજકોટ પોલીસ કમિશ્નર અગ્રવાલનો આભાર માન્યો હતો. રાજકોટ સાયકલ કલબ અને રાજકોટ રનર્સના સભ્યોની મહેનતને લીધે ડયુએથલોન ૨૦૧૮ સફળતા પૂર્વક પૂર્ણ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.