Abtak Media Google News

સંશોધકોએ હાઈડ્રો થર્મલ કેમેસ્ટ્રીના નિષ્કલંકનો લાભ લઈ આ અંગેની માહિતી મેળવી હતી

વિશ્ર્વભરમાં અનેકવિધ કુતુહલ પૃથ્વીને લઈને જોવા મળતા આવ્યા છે. પૃથ્વીને લઈ ઘણા ખરા એવા રહસ્યો અકબંધ છે કે જેની પુરતી અથવા તો કહી શકાય કે તેનો તાગ હજુ સુધી મળી શકયો નથી પરંતુ ન્યુયોર્કના સંશોધકોએ હાઈડ્રો થર્મલ કેમેસ્ટ્રી આધારે એ વાતની પુષ્ટિ કરી છે કે, સમગ્ર પૃથ્વી ૩૨૦ કરોડ વર્ષ પહેલા દરિયામાં ગરક થઈ ગઈ હતી ત્યારે હવે એ પ્રશ્ર્ન પણ વારંવાર ઉદભવિત થઈ રહ્યો છે કે પૃથ્વી ઉપર પહેલો જીવ કેવી રીતે અને કયાં ઉત્પન્ન થયો. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, વિશ્ર્વ આખું આવનારા સમયમાં પાણીમાં ફરી ગરક થઈ જશે જેના અનેકવિધ કારણો છે તેમાનું એક કારણ એટલે ગ્લોબલ વોર્મિંગ.

વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર હાલ જે પૃથ્વીમાં જમીનનો ભાગ છે તે અત્યારના માટી અને રેતીથી ભરેલો જોવા મળે છે કે જેમાં ઓકિસજનનાં આઈસોટોપ્સ સૌથી વધુ નજરે પડે છે. સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, જે રીતે પૃથ્વી પાણીમાં ગરકાવ હતી તો તે જમીનમાં કેવી રીતે રૂપાંતરીત થઈ ? હાલ આ તમામ મુદ્દે વૈજ્ઞાનિકો પોતાની સુઝબુઝના આધારે ઘણાખરા રિસર્ચ પણ કરી રહ્યું છે. પૃથ્વીના પેટાળમાં ઘણાખરા એવા રહસ્યો જોવા મળે છે કે જેનો તાગ વૈજ્ઞાનિકોને હજુ સુધી મળ્યો નથી ત્યારે જોવાનું એ રહ્યું કે, જે રીતે ૩૨૦ કરોડ વર્ષ પહેલા જે રીતે પૃથ્વી દરિયામાં ગરક હતી તો આવનારો સમય પૃથ્વી માટે કેવો બની રહેશે. વૈજ્ઞાનિકોનાં આધારે પૃથ્વી પરના જીવનનો ઈતિહાસ વિશિષ્ટતાઓને અનુસરે છે. આ અંગે કોરોલાડો બોલ્ડર યુનિવર્સિટીનાં ભુસ્તર શાસ્ત્રનાં વૈજ્ઞાનિકોએ આ અંગેની ખરાઈ પણ કરી છે. અગ્રણી લેખક બેન્જામિન જહોનસન અને વિંગે ઉતર પશ્ર્ચિમ ઓસ્ટ્રેલિયાના આગળનાં ભાગમાં ઓળખાતી ભૌગોલિક સાઈટનું વિશ્લેષણ કર્યું હતું કે જે દરિયાઈ પોપડાના ૨.૨ અબજ વર્ષ જુનો ભાગ હોવાનું પણ જણાવ્યું હતું.

Banna For Site

સંશોધકોની ટીમે પથ્થરમાં ફસાયેલા અને પથ્થરમાં રહેલા ઓકિસજનનાં બે જુદા-જુદા આઈસોટોક જોયા અને તેનો અભ્યાસ પણ કરી એ વાતની સ્પષ્ટતા કરી છે કે પથ્થરો વચ્ચે ઓકિસજન ૧૮ નામનો સહેજ ભારે અણુ ઓકિસજન ૧૬ કરતા વધુ જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર આજની જમીનની માટીથી સમુદ્ર ઘેરાયો છે કે જે પાણીથી અસંગતરૂપે ભારે ઓકિસજન આઈસોટોક અપનાવે છે.  વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પ્રાચીન કાળથી સમુદ્રનાં પાણીઓના નમુના લઈ શકાય નહીં પરંતુ હાલ પૃથ્વી પર એવી અનેક ખડકો છે જેનો દરીયાઈ પાણી સાથે સંપર્ક થયો હોય અને તેની ક્રિયા-પ્રતિક્રિયાને યાદ પણ કરી હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.