વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલા બિગ સોદા પછી ફ્લિપકાર્ટના કર્મચારીઓ માલામાલ

238
National | Business
National | Business

લમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલા બિગ સોદા પછી ફ્લિપકાર્ટના કર્મચારીઓને આશરે 50 કરોડ ડોલરનો ફાયદો થવાનો છે. આ સોદા અંગે જાણતા બે લોકોના જણાવ્યા અનુસાર, વોલમાર્ટે ફ્લિપકાર્ટના 77 ટકા શેરને 21 અબજ ડોલરમાં ખરીદી લીધા છે. તે પછી ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં કર્મચારીઓ માટે આ સોદો જબરદસ્ત ફાયદો આપનારો સાબિત થવાનો છે.

100થી વધુ કર્મચારીઓ થશે કરોડપતિ

સોદાના પગલે કંપની જ નહિ પરંતુ અનેક કર્મચારીઓને મોટો ફાયદો થયો છે. આ ડીલ સાથે સંકળાયેલા એક જાણકારે જણાવ્યું કે કંપનીમાં શેર્સ ધરાવતા અનેક કર્મચારીઓ (ESOP POOL)ને તેનાથી ફાયદો થયો છે. ઉલ્લેખનીય છે કે તેમાં આશરે 2 અબજ ડોલર (આશરે રૂ.13,455 કરોડ)ની કિંમતના શેરહોલ્ડર્સ સામેલ છે. આમ ફ્લિપકાર્ટના જૂના અને નવા મળીને લગભગ 100 કર્મચારીઓ આ સોદો થયા પછી હવે કરોડપતિ બની ગયા છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...