Abtak Media Google News

ધ્રાંગધ્રા તાલુકામાં અવિરત મેઘસવારી જારી છે. છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડયો છે. ત્યારે વાવડી ગામના સીમ ખેતરમાં રહેલા મજૂરોને લેવા ગામમાંથી ટ્રેકટર લઇને બે ત્રણ યુવાનો ગયા હતા. ત્યારે વાડીથી પરત ફરતા સવારના સમયે અચાનક નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવતા ટ્રેકટરમાં રહેલા 11 લોકો ફસાયા હતા. જેમાં 4 લોકો બચાવી લેવાયા હતા.

જયારે સાત લોકો પાણીમાં તણાયા હતા. જોકે આજે વહેલી સવારે 6 લોકોના મૃતદેહો મળી આવ્યા છે અને અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. આર્મીના હેલીકોપ્ટરની મદદથી નદીમાં મોટી માલવણ તરફ તણાયેલા લોકોને શોધવા કવાયત હાથ ધરાઇ છે. બીજી તરફ પંથકના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી વૃદ્ધ, યુવાન અને મહિલાઓ સહિત અનેક પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.