દામનગર રૂટ પર વધુ એસ.ટી. બસો ફાળવવા માંગ

જિલ્લા મથકે અવર-જવર માટે  દૈનિક માત્ર બે જ એસ.ટી.થી મુસાફરોમાં આક્રોશ

દામનગર શહેરને પરિવહન ની પૂરતી સુવિધા આપોની શહેરીજનોની બુલંદ માંગ અમરેલી જિલ્લા મથકે અવર જવર માત્ર માત્ર દિવસ દરમ્યાન બે જ એસટી બસોની સુવિધા અનલોક ૩ બાદ ૫૦ ટકાથી વધુ એસટી ઓ કાર્યરત હોવા છતાં દામનગર શહેરી અને ૪૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારોની જનતાને હળહળતો અન્યાય કેમ? કરોડોના ખર્ચે દામનગર એસટી ડેપો નું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઇ લોકાર્પણ થયેલ બસ સ્ટેન્ડ ઉપર શૂન્ય સુવિધા એસટી પાસ ઓનલાઈન બુકિંગ લાંબા રૂટ કે જિલ્લા મથકે જવા આવવાની સુવિધા નહીં દામનગર શહેરમાં અમરેલીથી સવારના ઉપડી દામનગર ૮-૪૫ આવતી સતાધાર રૂટ સદંતર બંધ બપોર પછી અમરેલી જવા માટે માત્ર એકજ બસ  સાંજે અમરેલીથી દામનગર આવવા આ અંગે ડી સી અમરેલીને વિગતે  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર લાઠી  તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિતના અગ્રણીઓની લેખિત રજુઆત દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને પૂરતા પ્રમાણમાં જિલ્લા મથકે વેપાર ધંધા આરોગ્ય સરકારી કામકાજો માટે ભારે અગવડો પડતી હોય યોગ્ય સુવિધાઓ માટે માંગ કરાય છે.

Loading...