માર્કેટીંગ યાર્ડમાં વરસાદનાં સમયે વધુ પ્લેટફોર્મની આવશ્યકતા

81
more-platforms-needed-in-rainfall-in-the-marketing-yard
more-platforms-needed-in-rainfall-in-the-marketing-yard

હાલ ઓછી આવક હોય બધો માલ ગોડાઉન અને પ્લેટફોર્મમાં સમાયો: વધુ વરસાદ અને પાકોની વધુ આવક હોય ત્યારે સગવડતાઓ કરવી જરૂરી

શહેરમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે અને વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વરસાદને કારણે બધો માલ-સામાન ગોડાઉન તથા પ્લેટફોર્મમાં મુકવામાં આવેલ છે. હાલ માલની આવક ઓછી હોવાને કારણે કોઈપણ પરેશાની થતી નથી પણ જો વર્ષ સારું જાય તો માલની આવકમાં વધારો થાય તો વધારે પ્લેટફોર્મની સગવડ કરવી પડે ત્યારે યાર્ડની સબસીડી રાજય સરકાર ખાતે રોકાયેલી છે જો તે સબસીડી મંજુર કરવામાં આવે અને યાર્ડમાં સુધારો કરી નવા પ્લેટફોર્મ બનાવવામાં આવે તો માલ-સામાન રાખવામાં કોઈ પરેશાની ન પડે. બીજા પણ એવા ઘણા સુધારાઓ પણ યાર્ડમાં કરવાની જરૂર છે તેથી સરકાર દ્વારા સબસીડી મંજુર થાય તો ખેડુતોને ઘણા ફાયદાઓ થશે. સાથે જ ખેડુતોનાં માલ-સામાનની તકેદારી પણ સતાધિશો દ્વારા ખુબ જ સારી રીતે કરવામાં આવેલ છે. માલ-સામાનની સાર સંભાળ માટે સતાધીશો કાર્યરત છે.

 

સબસીડી મળી જાય તો યાર્ડની ઘણી સમસ્યાઓ હલ થાય: અતુલ કામાણી

more-platforms-needed-in-rainfall-in-the-marketing-yard
more-platforms-needed-in-rainfall-in-the-marketing-yard

રાજકોટ માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસીએશનનાં પ્રમુખ અતુલભાઈ કામાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વરસાદ ચાલુ થયો હોવાથી રાજકોટ માર્કેટીંગ યાર્ડ હાલ પ્લેટફોર્મનો અભાવ છે પરંતુ માલની આવક ઓછી હોવાથી કોઈપણ પ્રકારની પરેશાની નથી જો માલની આવક વધે તો ખેડુતોને તકલીફ પડે એમ છે. હાલ ઓછી આવકને કારણે કોઈપણ માલ વરસાદને કારણે પલળે એમ નથી. રાજકોટ યાર્ડની સબસીડી રાજય સરકારમાં રોકાયેલી છે જો સબસીડી આવી જાય અને પ્લેટફોર્મ બનાવવામાં આવે તો ખેડુતોને વધુ લાભ થઈ શકે. અત્યારે સતાધીશો પણ ખેડુતોનો માલ ન પલળે, ન બગડે તેના માટે કાર્યરત છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડ અવાવરું જગ્યા પર હોવાથી બીજી પણ ઘણી સમસ્યાઓ થાય છે. જો સબસીડી મળી જાય તો યાર્ડમાં ઘણા સુધારાઓ થઈ શકે તેમ છે.

 

Loading...