Abtak Media Google News

પ્રેમની લાગણી એવી છે જેના માટે યુવા પેઢી હંમેશા તત્પર રહેતી હોય છે. પરંતુ દુનિયામાં કેટલા એવા વ્યક્તિઓ પણ છે જેની ઉમર 30-40 વટાવી ગયી હોવા છતાં તેને પ્રેમનો અહેસાસ માત્ર ન થયો હોય. તેવા લોકો માટે એક સર્વેક્ષણ પણ કરાયું હતું, જેના મુજબ કેટલાક એવા તારણો સામે આવ્યા જેને જાણીને તમને પણ આશ્ચર્ય થયા વગર નહીં રહે ….

તારણોમાં કઈક આ રીતે જાણવા મળ્યું હતું…

કેવા લોકો પ્રેમથી વંચિત રહી જાય છે..???

જ્યારે આ બાબતે એક એવું તારણ બહાર આવ્યું કે જે લોકોનો આઇક્યું લેવલ ઊંચો હોય તેવા લોકો પ્રેમને વધુ સહજીકતાથી નથી લઈ શકતા અને જ્યાં સુધી સંપૂર્ણ રીતે તેના વ્યક્તિવાને મેચ થાય તેવી વ્યક્તિ નથી મળતી ત્યાં સુધી એકલા રહેવાનુ જ પસંદ કાર છે અને આ વિષયે મોટા ભાગે 30-40 વર્ષ સુધી તે એકલા રહે છે.

દુનિયામાં એક બુધ્ધિજીવી લોકોનો વર્ગ છે જે તેના સાથીની પસંદગીમાં પણ અવલોકન અને વિશ્લેષણ કરતાં હોય છે અને દરેક બાબતે કોઈ વસ્તુનું પરીક્ષણ કરતાં હોય તેવી રીતે વ્યક્તિનું પાન પરીક્ષણ કરતાં હોય છે એમાં જ જીવન સાથીની પસંદગીમાં મોડુ થયી જાય છે. એવું કરવામાં ક્યારરેક સામે વળી વ્યક્તિ જ એ વ્યક્તિને નાપસંદ કરી ચાલી જાય છે.

પ્રેમનો સંબંધ સીધો દિલથી છે અને એમાં જો કોઈ વ્યક્તિ પ્રેમના વિષયમાં દિલની જગ્યાએ મગજથી અને તર્કવિતર્કથી વિચારે છે તો ક્યારે પણ પ્રેમનો અહેસાસ કરવામાં સક્ષમ થતાં નથી. પ્રેમના સંબંધમાં ક્યારેય મતલબની વાત વિષે ન વિચરવું જોઈએ અને જે લોકો પ્રેમમાં પણ ફાયદાનું જ વિચારતા હોય છે તે લોકો ક્યારે પણ પ્રેમમાં સફળ નથી થયી શકતા.

આંતરમુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જલ્દીથી કોઇની સાથે ભળી નથી શકતા. એ લોકો પોતાના વિચરો પણ બહાર નથી લાવતા. તેમજ જલ્દીથી પોતાના વિષે કોઈ સાથે ખુલા મને વાત નથી કરી શકતા તેવી પરિસ્થિતિમાં જો પ્રેમનો મામલો હોય ત્યાં આવું વર્તન મુશ્કેલી સર્જે છે અને પ્રેમથી દૂર રહી જાય છે.

ગુજરાતીની કહેવત છે કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે… પ્રેમની વાતમાં પણ કઈક એવું જ છે જે વ્યક્તિનો પહેલો પ્રેમ નિષ્ફળ રહ્યો હોય તે વ્યક્તિ બીજી વાર જ્યારે પ્રેમ તરફ આગળ વધે છે તેવા સમયે ખુબજ વિચાર કરતો હોય છે, પરંતુ તેની આ વિચારશીલતા પણ ક્યારેક તેને પ્રેમથી દૂર કરી દે છે.

મે ઓર મેરી તનહાઈ … કેટલાક લોકો પોતાના વિષે આવું જ વિચારતા હોય છે કોઈ અન્ય સાથે પોતાની લાઈફ શેર કરવા કરતાં પોતાની જાત સાથે રહેવાનુ વધુ પસંદ કરતાં હોય જેને ક્યારેય પણ બીજા કોઈ વ્યક્તિ માટે પ્રેમની લાગણીનો અહેસાસ નથી થાતો હોતો. અને આવા લોકો સામાન્ય વ્યક્તિ કરતાં વધુ બિધ્દ્ધિશાળી હોય છે.   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.