Abtak Media Google News

રાજૂલામાં વૃંદાવન બાગ તા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનાં લાર્ભો ચાલી રહેલી પૂ. મોરારીબાપુની રામકામાં બીજા દિવસે મોટી સંખ્યામાં કા શ્રવણ ર્એ ભાવિકો ઉમટયા

દાનની વ્યાખ્યા બદલવાની જરૂર, મંદિરોમાં ધ્વજા ચડાવવાને બદલે ગરીબોનાં છોકરાઓને કપડા સીવડાવી દો: પૂ.બાપુ

રાજુલામાં વુંદાવન બાગ રામપરા-૨ થતા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના લાર્ભો પૂ.મોરારી બાપુની રામકા ચાલી રહી છે. જેમા બીજા દિવસે પૂ.બાપુએ રામમંદિર કરતા પણ માનવ મંદિર અને મનુષ્ય દેવો ભવ: વધુ મહત્વનું હોવાનું  જણાવીને હાલની કોરોનાની સ્થિતિમાં જરૂર પડયે કા બંધ રાખવાનું કહ્યું હતુ. ઉપરાંત તેઓએ દાનની વ્યાખ્યા બદલવાની ટકોર કરતા કહ્યુ હતુ કે મંદિરોમાં ધ્વજા ચડાવવાને બદલે ગરીબોનાં છોકરાઓને કપડા સીવડાવી દો. તેમજ નિ:શુલ્ક દવાખાના હોય તેને મન મુકીને ઉદાર હો દાન આપવાની અપીલ પણ કરી હતી.

Img 20200315 132525471

પૂ.મોરારીબાપુએે જણાવેલ કે આરોગ્ય મંદિરનો પાયો, નિવ નિ:શુલ્ક એ તેનો પાયો છે. તેમા ગમે તેટલો મોટા માણસ આવે તેની જે સારવાર થાય તે જ સામાન્ય લોકોની થાય અને નિ:શુલ્ક સારવાર મળે તેવુ જણાવેલ, આરોગ્યએ અમૂલ્ય છે તેનું મુલ્ય ન હોય  જોઇએ. વિદેશીમાં આરોગ્ય સેવા ફી મળે છે પરંતુ તેના બિલ તો સરકાર ભોગવે છે જેથી આરોગ્ય મંદિરનો પાયો અમુલ્ય હોવો જોઇએ.

આરોગ્ય મંદિર મૂર્તી અંગે છાણાવટ કરતા પૂ. બાપુએ દાખલ યેલ દર્દીએ આરોગ્ય મંદિરની મૂર્તી છે અને તે જ આ મંદિરનો પ્રાણ છે તેી જ દર્દી દેવો ભવ: નો મંત્ર છે પરંતું હલામાં હોસ્પિટલનો ધંધો બનાવીને ઊઘાડી લુંટ ચલાવતા હોસ્પિટલમાં તો દર્દી દેવો ભવ: નહી પરંતુ  બીલ જ દેવો ભવ: ચાલી રહ્યુ છે. તેવું પૂ. બાપુએ જણાવેલ છે. પૂ.બાપુએ જણાવેલ કે આમા સુધારો વો જરૂરી છે. પૂે. બાપુએ ડોકટરને. આ આરોગ્ય મંદિરનો પુજારી છે. શાસ્ત્રો મુજબ પુજારી વૈરાગી હોવા જોઇએ પૂ.બાપુએ જણાવેલ કે નિષ્ણાંત ડોકટરો આવી નિ:શુલ્ક હોસ્ટિપલમાં પોતાની સેવા આપે તેવુ જણાવેલ પૂ.બાપુએ કરૂણા છે તે તેની આરતી છે વેદાના, સંવેદના જાગે તે ભાવ, સંવેદના પૂર્વક સારવાર તે આર ઓરાગ્ય મંદિરની આરતી છે અને આરોગ્ય તે આ મંદિરનો પ્રસાદ છે. તેવુ પૂ.મોરારી બાપુએ જણાવેલ હતું. તેમ જ તેમણે એવુ પણ જણાવેલ કે, આવા ટ્રસ્ટમાં ઉચ્ચ વિસારો વાળાને જ રાખવામાં તો જ સારૂ કામ થઇ શકે.

તેમજ આજની કામાં ચાર યુગોની સાધના અનુષ્ઠાન વિશે પૂ.બાપુએ જણાવેલ કે, સતયુગમાં ધ્યાન દ્વારા ભગવાનની પ્રાપ્ત તી આ અંગે પૂ.બાપુએ એવી ટકોર કરી હતી કે ધ્યાન યોગ કરતા પોત-પોતાના ઘરનું ધ્યાન રાખવું ને ધર્મનું કામ છે પ્રેતાયુગમાં યજ્ઞનું મહત્વ જયો ત્રાપર યુગમાં સોઠ સો ઉપચારી પૂજા અર્ચનાનું મહત્વ હતું. પરંતુ કલીયુગમાં ફકત રામ નામનો મહિમાં બનાવેલ છે.

પૂ. બાપુએ જણાવેલ ગાંધીજીનો મંત્ર ‘રામ’ નામ તેમજ રામ નામનો મહિમા ચપાર છે. ઘરનું કામ કાજ કરતા-કરતા ‘રામ’ નામનો જાય શ્રેષ્ઠ છે. તેમજ ધાર્મિકતા સો સો ઘરનું કાર્ય ને જ શ્રૈષ્ઠ કાર્ય જણાવેલ છે. હાલતા ચાલતા સ્વચ્છ જગ્યામાં ગમે ત્યારે અને ગમે ત્યા ‘રામ’ નામ લઇ શકાય છે.

કા બાદ સૌને ‘કોરાના વાયરસ’ વિશે સાવચેત રહેવા જણાવેલ હતું. બીજા દિવસે કોગ્રેસના અગ્રણી અર્જૂનભાઇ મોઢવાડીયા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવિણભાઇ તોગડીયા તા વિવિધ જગ્યાના સંતો-મહંતો પધારેલ હતાં. આજની રામ કામાં રામપરા-૨ના સરપંચ સનાભાઇ વાધ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરજણભાઇ વાધ, ભચાદ અને કડીયાળીના પૂર્વ સરંપંચો તેમજ ખૂબ મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો, યુવાનો, ભાઇઓ અને બહેનોએ કા શ્રવણનો લાભ લીધેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.