Abtak Media Google News

ગુજરાતમાં રેરાની અમલવારીથી અત્યાર સુધીમાં ૩૩૦૦ રીયલ એસ્ટેટ પ્રોજેકટ અને ૬૨૦ રીયલ એસ્ટેટ એજન્ટની નોંધણી થઈ

ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી રોકવા સરકારે રીયલ એસ્ટેટ એકટ (રેરા)ની અમલવારી કરાવી છે જે મામલે ગુજરાતના બિલ્ડરો સૌથી વધુ એલર્ટ હોવાનું આંકડાઓ કહી રહ્યાં છે. રેરાની અમલવારી કરવામાં દેશમાં ગુજરાત ટોચના રાજયોમાં સ્થાન ધરાવે છે.

ઓગષ્ટના આંકડા મુજબ ગુજરાતમાં ૩૩૦૦ રીયલ એસ્ટેટ પ્રોજેકટ રેરા હેઠળ નોંધાયા છે. રેરાની અમલવારીથી અત્યાર સુધીમાં ૬૨૦ રીયલ એસ્ટેટ એજન્ટની નોંધણી પણ કરવામાં આવી છે. રેરા હેઠળ થતી નોંધણીમાં ગુજરાતના બિલ્ડરો વધુ સક્રિય અને પ્રયત્નશીલ જણાય રહ્યાં છે.

મહારાષ્ટ્ર રેરાની અમલવારીમાં સૌથી ટોચના સ્થાને છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૧૭૩૫૩ પ્રોજેકટ રજીસ્ટર્ડ થયા છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશનો ક્રમ આવે છે. જયાં ૩૯૫૦ પ્રોજેકટ નોંધાયા છે. આ ડેટા રીયલ એસ્ટેટ ક્ન્સલ્ટન્સી ફર્મ એનારોક ક્ન્સલ્ટન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

એનારોક પ્રોપર્ટી ક્ધસલ્ટન્સના ચેરમેન અનુજપુરીએ જણાવ્યા મુજબ ભારતના તમામ રાજયોમાં રેરાની અમલવારીમાં જાગૃતતા મુદ્દે મહારાષ્ટ્રનો ક્રમ સૌથી અવ્વલ છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્ણાટકનો ક્રમ આવે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબમાં રેરાની અમલવારી તમામ પાસાઓને આવરી લે છે. રેરાની સૌથી સારી અમલવારી ગુજરાતમાં થઈ છે. જયાં સરળતાથી બિલ્ડરોએ રેરાને અપનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.