બિહારમાં ‘વધુ’ ઉમેદવારે કોંગ્રેસની ભઠ્ઠી બગાડી !!!: ચિદમ્બરમ્

૭૦ સીટની જગ્યાએ ૪૫ ઉમેદવાર ઉભા રાખ્યા હોત તો સત્તા મળી શકત !: નેતૃત્વને લઈ કોંગ્રેસમાં ઘમાસાણ!

બિહારના ચૂંટણી પરીણામોએ રાષ્ટ્રીય રાજકીય મંચ પર અનેક નવા પ્રશ્ર્નો અને મનોમંથનના માર્ગ મોકળા કરી દીધા છે ત્યારે બિહારના ચૂંટણી પરીણામોમાં સૌથી વધુ આઘાતજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલી કોંગ્રેસ માટે બિહારનું રાજકારણ એકડે એકથી ઘુંટવા જેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે્ કોંગ્રેસ માટે વધુ ઉમેદવારોની સ્થિતિએ પક્ષની ભઠ્ઠી બગાડી નાખી હોવાનો એકરાર કર્યો છે. ચિદમ્બરમે્ કોંગ્રેસની સાચી પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જેવા એક જમાનાના સૌથી મોટા પક્ષ માટે અત્યારની પરિસ્થિતિ સતતપણે અભ્યાસનો વિષય બની ગઈ છે. બિહારની ચૂંટણી અને પેટા ચૂંટણીના પરીણામો દર્શાવે છે કે, કોંગ્રેસનો ગ્રાઉન્ટ ટુ રૂટ કોઈ અસ્તિત્વ જ નથી. કપીલ સીબ્બલની ખુલી ટીકા અંગે તેમણે પક્ષની પરિસ્થિતિની હકીકત ઉજાગર કરી હતી.

બિહારમાં ચૂંટણી પરીણામોમાં ભારે ખરાબ પરિસ્થિતિમાં મુકાયેલી કોંગ્રેસ અંગે તેમણે જણાવ્યું હતું કે, બિહારમાં કોંગ્રેસે જે બેઠકો હોવી જોઈએ તેના કરતા વધારે બેઠકો મેળવવા માટે વધુ આત્મવિશ્ર્વાસથી ચૂંટણી લડવાની જરૂર હતી.

ચિદમ્બરમ્ે જણાવ્યું હતું કે, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ, કર્ણાટકની પેટા ચૂંટણીઓના પરીણામોથી હુ ખુબજ વ્યથીત છું, આ પરીણામો એ વાતની સાબીતી આપે છે કે, કોંગ્રેસ સ્થાનિક રાજકારણમાં કોઈ અસ્તિત્વ જ ધરાવતું નથી અને આખો પક્ષ નબળો પડી ગયો છે. કોરોના વાયરસ સંકટ આર્થિક મંદી હોવા છતાં કોંગ્રેસ માટે પ્રચાર મહત્વનું હતુ પરંતુ તે કામ તે કરી શક્યું નહીં. બિહારમાં આરજેડી અને કોંગ્રેસને જીતવાની તક મળી હતી. વિજય નક્કી હતો છતાં પક્ષ કેમ હારી ગયો તેનું વિસ્તૃત અભ્યાસ પક્ષ માટે જરૂરી છે. થોડા સમય પહેલા જ રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડમાં કોંગ્રેસને માઈક્રો પ્લાનીંગથી સારી સફળતા મળી હતી.

બિહારના ચૂંટણી પરીણામોએ સાબીત કરી દીધું કે, સીપીઆઈ, એમએલ અને એઆઈએમઆઈએમ જેવા નાના પક્ષો પણ જો પક્ષનું આંતરીક સંગઠન મજબૂત કરે તો પરીણામો મેળવી શકે છે તો કોંગ્રેસ કેમ ન કરી શકે ?

તેજસ્વી યાદવનું વિપક્ષી મહાગઠબંધન કોંગ્રેસ માટે ઘાતક બન્યું. કોંગ્રેસને ૨૫ બેઠકો આપવામાં આવી હતી. જ્યાં ભાજપ અને સાથી પક્ષો જીતી ગયા હતા. ૨૦ વર્ષ સુધી કોંગ્રેસે આ બેઠકો પર હાજ અજમાવ્યો ન હતો અને ૪૫ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કોંગ્રેસમાં ઘણા અવાજો ઉભા થઈ રહ્યો છે. આત્મનિરક્ષણનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે. ૭૦ બેઠકો પર ચૂંટણી લડી હતી. પરંતુ ૧૯ જીતી શકયા હતા. ખાસ કરીને મધ્યપ્રદેશ અને યુપીમાં નિર્ણાયક પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અસફળ રહી હતી. કોંગ્રેસ માટે વધુ ઉમેદવારો રાજકીય શક્તિનો વ્યય સાબીત થઈ હતી. જો કોંગ્રેસે ઓછા ઉમેદવાર રાખી વધુ સારૂ નેટવર્ક ગોઠવ્યું હોત તો બિહારનું ચિત્ર આજે અલગ હોત. ચિદમ્બરમે્ચોખ્ખુ જણાવ્યું હતું કે, કોંગ્રેસને વધુ ઉમેદવારો નડી ગયા. કોંગ્રેસ માટે અત્યારનો સમય આત્મનિરક્ષણનો ગણાવી તેમણે જણાવ્યું કે, એક જમાનાના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ પ્રાદેશીક ધોરણે પોતાના મુળીયા ઉખડતા બચાવી શકે તેવી પરિસ્થિતિ નથી. કોંગ્રેસનું નેતૃત્વ જો વર્તમાન પરિસ્થિતિ નહીં સમજે તો પક્ષ માટે આવનારો દિવસો વધુ કરૂણ હશે.

Loading...