Abtak Media Google News

કેટરર્સમાં પીરસવાના બહાને લઇ જઇ સતવારા મહિલાને બળજબરીથી દુષ્કર્મ આચરાવ્યું: મહીલા સહિત ૩ સામે ફરીયાદ

મોરબી

મોરબીના વાવડી રોડ પર રહેતી સતવારા જ્ઞાતિની સગીરાને કેરટર્સમાં પીરસવાને બહાને અપહરણ કરી ઉઠાવી જઇ ચોટીલાના આકાર પેલેસે ગેસ્ટ હાઉસમાં બળજબરીથી બળાત્કાર ગુજરાતા સનસનાટી મચી જવા પામી છે. આ ગંભીર બનાવ મામલે મોરબીએ ડીવીઝન પોલીસુ પોસ્કો સહીતની ભારે ખમ કમલો હેઠળ ગુન્હો નોંધી દુષ્કર્મ કાંડમાં સંડોવાયેલ મહીલા ને દબોચી લઇ બાકીના આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબીની સગીરા પર દુષ્કર્મ અંગેની વિગતો જોઇએ તો મોરબીના વાવડી રોડ પર રહેતી સતવારા સગીરાને વાવડી રોડપર ગણેશનગરમાં રહેતી ભારતીબેન રામજીભાઇ સતવારા નામની મહીલા કેટરર્સમાં પીરસવા જવાને બહાને અપહરણ કરીને ઉઠાવી ગઇ હતી બાદમાં ભારતીબેનની સાથે અવની પાર્કમાં રહેતો જીવરાજ ધનજી પરમાર સગીરાને ઉઠાવી જઇ ચોટીલાની આકાશ પેલેસ હોટલમાં લઇ ગયો હતો જયાં મોરબીના ઉનાળ રોડ પર પાનેલી વાડીમાં રહેતો કાંતિ ડાભીએ સગીર હોવાનું જાણવા છતાં સગીરાને ઢીકાપાટુનો માર મારી ત્રણે આરોપીઓએ મીલાપી પણું કરી સગીરાનું શિયળ લુટતા આ મામલે ગઇકાલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો.દરયિમાન અત્યંત ગંભીર આ ઘટનામાં મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. ઓડેદરાએ આ મામલે ભારતીબેન રામજી સતવારા જીવરાજ ધનજી પરમાર અને કાંતિ ડાભી (રહે ત્રણે મોરબીના) એ વિ‚ઘ્ધ ગુનો નોંધી આરોપીઓનું ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.ઉલ્લેખનીય છે કે ગઇકાલે બપોરથી સગીરા દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા જીણવટ ભરી છાનબીન ચાલી રહી હતી અંતે રાત્રીના સગીરાનું પ્રાથમીક મેડીકલ  ચેક અપ કરી પોલીસે સગીરા પર દુષ્કર્મ મામલે ગંભીર ફરીયાદ દાખલ કરી છે અને બાકી રહેતા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.