Abtak Media Google News

વરમોરા સિરામિક કંપનીનો માલિક હોવાની ઓળખ આપી ૩.૨૫ લાખની છેતરપિંડી આચરી : આર્મી જવાનોને પણ લૂંટતો હતો સાતીર શખ્સ

પોતે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ છે અને બહેન બનેવીની સારવાર માટે નાણાંની તાત્કાલિક જરૂર છે તેવું કહી છેતરપિંડી આચરી નકલી આર્મીમેન તરીકે ઓળખ આપતા શખ્સને એલસીબીએ મુંબઈથી દબોચી લઈ બે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આજરોજ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોરબી દ્વારા છેતરપીંડી, ઠગાઇ થતી અટકાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા છેલ્લા બે વર્ષથી ભરતભાઈ વરમોરા કે જે વરમોરા સિરામિક ફેકટરીના માલિક હોય જેમના નામથી તેઓના સગા તથા વૈપારીઓ, ઓળખીતાઓ પાસે ભરતભાઇ વરમોરના તેમજ તેમના બેન-બનેવીનું એક્સિડન્ટ થયેલ હોય હોસ્પિટલ સારવાર કામમાં રોકડ રકમ રૂ.૩૦.૦૦૦ થી લઈ રૂ.૧.૦૦.૦૦૦/… સુધીના રકમની માંગણી કરી અલગ અલગ વેપારીઓ પાસેથી અલગ-અલગ બેન્ક એકાઉન્ટ તથા એટીએમ ટ્રાન્સફર થી કુલ રૂ.૩,રપ,૦૦૦ થી વધુ રકમની ઠગાઇ કરી હતી.

આ ઉપરાંત નકલી આર્મીમેન કેપ્ટન ભુપેન્દ્રસિંહ જાડેજા તરીકે ઓળખ આપી ડુપ્લીડેટ આર્મીના ડોક્યુમેન્ટ બનાવી પોતાના કબજામાં રાખી હોટલોમાં અસલ આઇડી તરીકે ઉપયોગ કરતો રઘુવિરસિંહ ઉર્ફે મુન્નો બળવંતસિહ ચૌહાણ રે. મૂળ ગામ રાયસંગપુર તા.જી,રાજપી૫ળા. તથા ગામ રાજપારડી. તા.ઝઘડિયા, જિલ્લો ભરૂચ વાળો અલગ અલગ પાંચ મોબાઇલ નંબરનો ઉપયોગ કરતો આમ સાતીર દિમાઞ વાળાને નવી મુંબઇથી પકડી પાડી ઠગાઇ કરતા ખોટા આર્મીમેનનો પર્દાફાશ કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઠગાઇ તથા વિશ્વાસઘાત અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નકલી આર્મીમેન વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવી આરોપી પાસેથી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ તથા આર્મી યુનિફોર્મ, આર્ટીકલ, સ્વેટર તથા અન્ય વ્યક્તિઓના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇર્વીગ લાયસન્સ, ડેબીટ કાર્ડ તથા રોકડ રકમતથા સોનાનો ચેઇન ૧૩,૫૦૦/… મોબાઇલ ફોન રૂ.૧૦,૦૦૦/તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ રૂ. ૪૧,૧૩૫ના મુદામાલ કબ્જે કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.