મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે રોઝાદાર બિરાદરોને રોજા ઈફતાર કરાવી

મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસમાં રોજા રાખતા મુસ્લિમ બિરાદરોને રોજા ઇફતાર કરાવી મોરબીની યંગ ઇન્ડિયા ગ્રુપ નામની સંસ્થાએ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે લોકડાઉનની સ્થિતિમાં ૫૦૦ ફૂડ પેકેટ તૈયાર કરીને રોઝાદારોને પહોંચાડ્યા હતા અને કોમી એકતાનો સંદેશો આપ્યો હતો.

યંગ ઇન્ડિયા ગ્રુપ પરંપરા અનુસાર રમઝાન માસ નિમિત્તે કોરોના મહામારી ની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સાવચેતીપૂર્વક મોરબી શહેર વિસ્તારોમાં અંદાજિત ૫૦૦ પરિવાર ફ્રૂટ સોનું ભોજન પાર્સલ ઘરે ઘરે જઇને  રોઝાદારો બિરાદરોને રોજા ઈફતાર કરાવી  ખુદાની બંદગી કરી તથા જરૂરિયાતમંદ ભાઈઓ ને અનાજ ની ૨૦૦ કીટ વિતરણ કરી સંસ્કૃતિ અનુરૂપ વિવિધતામાં એકતા દર્શાવી.

Loading...